તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરીની ચકાસણી:ઉત્તર ગુજરાતના સૌથી મોટા ડીસાના એલિવેટર ઓવરબ્રિજ પર ટ્રાયલ ડ્રાઈવ શરૂ કરાઈ

ડીસા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર જવા એક તરફનો બ્રિજ ટ્રાયલ બેઝ માટે શરૂ કરાયો છે. - Divya Bhaskar
પાલનપુર જવા એક તરફનો બ્રિજ ટ્રાયલ બેઝ માટે શરૂ કરાયો છે.
  • કામગીરી ચકાસવા અંદાજીત બે દિવસ ચાલશે ટ્રાયલ ડ્રાઈવ

ડીસામાં બની રહેલા ઉત્તર ગુજરાતના સૌથી લાંબા એલિવેટર ઓવરબ્રિજનું કામ અંતિમ ચરણે આવતા બુધવારથી ટ્રાયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. હાઇવે ઓથોરીટી દ્વારા હાલમાં બનાસ નદીના પુલ બાજુએથી પાલનપુર જવા માટે એક તરફનો બ્રિજનો રસ્તો ટ્રાયલ બેઝ માટે શરૂ કરવામાં આવ્યો હતો.

શહેરમાં અઢી વર્ષ ઉપર આ બ્રિજનું કામકાજ ચાલ્યું હતું અને હાલમાં કામકાજ અંતિમ ચરણોમાં આવતા ઉત્તર ગુજરાતના આ સૌથી લાંબા એલિવેટર ઓવરબ્રિજનું બુધવારથી ટ્રાયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. એન્જીનીયરના કહેવા મુજબ અંદાજિત આ ટ્રાયલ ડ્રાઇવ બે થી ત્રણ દિવસ સુધી ચાલુ રાખવામાં આવશે.

જેનાથી ઓવર બ્રિજની કામગીરીની ચકાસણી થઇ જાય. હાલમાં બનાસ નદીના પુલ બાજુએ જે પાલનપુર જવા માટેનો એક સાઇડનો ઓવરબ્રિજ અવર-જવર માટે શરૂ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...