જીવન ટૂંકાવ્યું:ડીસામાં ફાંસો ખાઈ યુવકનો અગમ્ય કારણથી આપઘાત

ડીસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ચબુતરા પર દોરી બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

શહેરના સંતોષી માતાના મંદિર પાછળ રહેતા દિનેશભાઈ નાથાભાઈ બજાણીયા (ઉંમર વર્ષ ૩૦) ગુરૂવારની મોડી રાત્રે કોઇ અગમ્ય કારણોસર બેકરી કૂવા વિસ્તાર નજીક આવેલા હનુમાન મંદિરના ચબુતરા પર દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

બાદમાં સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક 108 વાનને જાણ‌‌ કરતાં પાઇલોટ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મોટા ભાઈ રાજુભાઈ નાથાભાઈ બજાણીયાએ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...