તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ ડીસા વોર્ડ નં-1:ડીસાના ગાયત્રી મંદિર સામે ટ્રાફિક સમસ્યાથી વોર્ડ નંબર 1ના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

ડીસા15 દિવસ પહેલા
 • કૉપી લિંક
ડીસાના ધુળીયાકોટ વિસ્તારમાં આજે પણ ખુલ્લી ગટર અને ગંદકીથી રહીશો ત્રસ્ત થઇ ઉઠ્યાં છે. - Divya Bhaskar
ડીસાના ધુળીયાકોટ વિસ્તારમાં આજે પણ ખુલ્લી ગટર અને ગંદકીથી રહીશો ત્રસ્ત થઇ ઉઠ્યાં છે.
 • ધુળીયાકોટ વિસ્તારમાં આજે પણ ખુલ્લી ગટર અને ગંદકીથી રહીશો ત્રસ્ત થઇ ઉઠ્યા

ડીસાના વોર્ડ નંબર 1નો મોટાભાગનો પોશ વિસ્તાર છે. જ્યારે ઇન્દિરા નગર આસપાસનો શ્રમજીવી વિસ્તાર છે. ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખનો વિસ્તાર હોવાથી મોટાભાગના રોડ રસ્તાઓ બની ગયા છે તેમ છતાં કેટલીક સોસાયટીમાં અંદરના રસ્તાઓ હજુ પણ બાકી રહ્યાં છે.

ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 1માં પુરૂષ અને સ્ત્રી મળી 10 હજારથી વધુ મતદાર નોધાયેલા છે. વર્ષ 2015માં ભાજપના 4 ઉમેદવાર વિજેતા બન્યાં હતાં તેમજ નગરપાલિકાના પ્રમુખ પ્રવિણ ગોરધનજી માળીએ અઢી વર્ષ સુધી સત્તામાં રહ્યા હતાં. તેમ છતાં અંદરની સોસાયટીના રહીશો પાકા રોડ રસ્તાની આજે પણ રાહ જોઇ બેઠા છે. આ વિસ્તારની દરેક સોસાયટીમાં પ્રવેશ કરવા માટે નેશનલ હાઇવે પરથી પસાર થવું પડે છે. જો કે એક તરફ ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે તો બીજી બાજુ ડોક્ટર હાઉસમાં પાર્કિંગના અભાવે રાજસ્થાન સહિતથી આવતા વાહનો રોડની સાઇડમાં તેમજ આડેધડ મુકી દેતા ટ્રાફિક સમસ્યા વિકટ બનતી જાય છે.

આ ઉપરાંત આ વોર્ડના સ્લમ વિસ્તાર તરીકે ગણાતા ઇન્દિરા નગરમાં આવેલ માળીવાસ, માજીરાણા વાસ, ઠાકોરવાસ, બ્રાહ્મણ વાસ, સલાટવાસ, ધુળીયાકોટ સહિતના વિસ્તારના રહીશો આજે પણ વિકાસની રીતે રાહ જોઇને બેઠા છે. હજુ 20 ટકા રોડ બન્યા નથી, અનેક સોસાયટીઓ સીસી રોડથી વંચિત છે. ગાયત્રી મંદિર સામે ટ્રાફિક સમસ્યાથી વોર્ડ નંબર 1 ના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ધુળીયાકોટ વિસ્તારમાં બિનજરૂરી કચરા પેટીઓ પડી રહી છે.

વોર્ડ નંબર 1માં સમાવિષ્ટ વિસ્તાર
ઇસ્કોન પ્રાઇડ, ઉન્નતિ પાર્ક, પુરૂષોત્તમ પાર્ક, રાધે બંગ્લોઝ, ડાયમંડ સોસાયટી, રાજકમલ પાર્ક, નીલકમલ સોસાયટી, રાજેન્દ્રનગર સોસાયટી, સ્ટેટ બેન્ક સોસાયટી, મયુર સોસાયટી, ગીતાજંલી સોસાયટી, અંકુર સોસાયટી, ગજાનંદ સોસાયટી, પુષ્પમ ફલેટ, ડૉકટર હાઉસ, ગાયત્રી મંદિર સામે, ત્રણ હનુમાન મંદિર રોડ, હેપ્પી નર્સરી, ચુનીકાકા પાર્ક, ધરણીધર બંગ્લોઝ, ક્રિષ્ણા બંગ્લોઝ, ઇન્દિરા નગર, ધુળીયાકોટ, બી.ડી.પાર્ક, સ્વાગત સીટી, એલ.ડી પાર્ક, એમકે પાર્ક, નંદનવન બંગ્લોઝ અને ખોડીયાર પાર્ક

અનેક સ્થળે ગંદકીના થર જામ્યા છે
પાલિકા દ્વારા સોસાયટી વિસ્તારમાં રોડ રસ્તા સહિતની સુવિધાઓ કરી છે. જ્યારે ઇન્દિરાનગર વિસ્તારમાં અનેક સ્થળે ગટરના અભાવે ગંદુ પાણી રસ્તા પર રેલાઇ રહ્યું છે.જેથી રોગચાળાની ભિતી સેવાય છે તેમ સ્થાનિક રહીશ સ્વરૂપ માળીએ જણાવ્યું હતું.

ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન છે
અમારા વિસ્તારના મુખ્ય પ્રવેશદ્વાર આગળ જ નેશનલ હાઇવે પર ઓવરબ્રિજની કામગીરી ચાલુ હોવાથી દિવસભર ટ્રાફિક સમસ્યા હવે છે.જેથી સોસાયટીના રહીશો માટે ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન છે તેમ ડાયમંડ સોસાયટીના રહીશ હર્ષ પટેલે જણાવ્યું હતું.

વોર્ડ નંબર 1 ની બેઠક નો પ્રકાર
(1) અનુસુચિત આદિજાતિ (સ્ત્રી અનામત)
(2) સામાન્ય (સ્ત્રી અનામત)
(3) સામાન્ય પુરૂષ
(4) સામાન્ય પુરૂષ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો