તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શૌચાલય બનાવવામાં ગેરરીતિ:ડીસાના વડાવળમાં શૌચાલય કૌભાંડ,ખોટી જગ્યાએ બનાવેલા શૌચાલયના રૂ.1.8 લાખ વસુલવા આદેશ

ડીસા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
ડીસાના વડાવળમાં ખોટી જગ્યાએ શૌચાલય બનાવી કૌભાંડ આચરવામાં આવતાં 1.8 લાખ વસુલવા આદેશ કરાયો છે. - Divya Bhaskar
ડીસાના વડાવળમાં ખોટી જગ્યાએ શૌચાલય બનાવી કૌભાંડ આચરવામાં આવતાં 1.8 લાખ વસુલવા આદેશ કરાયો છે.
 • સરપંચ, તલાટી અને ટીડીઓ સામે કાર્યવાહી કરવા માગણી

ડીસા તાલુકાના વડાવળ ગામમાં બનાવવામાં આવેલા શૌચાલયમાં ગેરરીતિ આચરાઇ હોવાના આક્ષેપ સાથે ગામના અરજદાર દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આથી તપાસ બાદ ગેરરીતિ થયાની જાણ થતાં જ મદદનીશ કમિશનર ગાધીનગર દ્વારા રૂપિયા 1.8 લાખની વસુલાત કરવા આદેશ કરવામાં આવ્યો છે.

વડાવળ ગામના અજમલજી મલાજી વાઘેલા દ્વારા શૌચાલયની કામગીરીમાં ગેરરીતી થઇ હોવા અંગે લેખિત રજૂઆત કરાઈ હતી. આથી અરજદાર દ્વારા દ્રેષભાવ રાખી અરજી કરાઈ હોવાથી ફાઇલે કરવા વડાવળના સરપંચ દ્વારા ગત તા. 31 ઓગષ્ટના 2020 ના રોજ તાલુકા વિકાસ અધિકારી ને રજૂઆત કરી હતી. જયારે તાલુકા વિકાસ અધિકારી ડીસા દ્વારા પણ તા. 3 સપ્ટેમ્બરે ગેરરીતિ ન થઇ હોવાનું જણાવ્યું હતું.

જો કે, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વડાવળ માં બનેલા શૌચાલય અંગે તપાસ કરતાં નવ શૌચાલય માં ગેરરીતિ થઇ હોવાનું બહાર આવ્યું હતું. આથી જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના તપાસ અહેવાલના આધારે મદદનીશ કમિશ્નર ગાધીનગર દ્વારા ડીસા તાલુકા વિકાસ અધિકારી ને રૂપિયા 1,08,000 ની વસુલાત કરવા આદેશ કરવામાં આવ્યો છે. આમ, ડીસા તાલુકામાં ફરી શૌચાલય નું ભુત ધુણ્યૂ છે. જો આ અંગે ન્યાયિક તપાસ કરવામાં આવે તો અનેક ગામમાં ગેરરીતિ બહાર આવવાની શકયતાઓ છે.

કસુરવાર સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ
" શૌચાલયની ગેરરીતિ અંગે વડાવળ ગામના સરપંચ, તલાટી અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા રજૂ કરાયેલ અહેવાલ અને જીલ્લા કચેરી દ્વારા કરવામાં આવેલ તપાસમાં ગેરરીતી બહાર આવી છે. આથી કસુરવાર સામે ફોઝદારી કાર્યવાહી થવી જોઈએ.> અજમલજી મલાજી વાઘેલા (અરજદાર)

વસૂલાત માટે સરપંચને આદેશ કર્યો છે
"તપાસ દરમ્યાન વડાવળ ગામમાં નવ શૌચાલય બન્યા નથી તેવું બહાર આવ્યું છે. આથી શૌચાલય ની કામગીરી માં કૌભાંડ આચર્યું હોવાથી સરપંચ અને તલાટી ને રૂપિયા 1.8 લાખની વસૂલાત માટે લેખિત આદેશ કરવામાં આવ્યો છે."> બી.ડી.સોલંકી (ડીસા તાલુકા વિકાસ અધિકારી )

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો