તપાસ:ડીસાના ભોંયણ સીએનજી પમ્પ પર 2 લાખની થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

ડીસા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ચાર શખ્સોને મુદામાલ સાથે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી

ભોંયણ પાસે આવેલ સીએનજી પમ્પની ઓફીસમાંથી સોમવારે રૂ.2 લાખ રોકડની ચોરીનો ભેદ ડીસા તાલુકા પોલીસે મુદામાલ સાથે ચાર શખ્સોને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.

ભોંયણમાં શ્રીજી સીએનજી ફીલિંગ પમ્પ ખાતે સોમવારે cng પંપની ઓફીસમાંથી રોકડ રકમ 2,00,500 ની કોઈ ચોરી કરી જતા cng પંમ્પના માલિકે ડીસા તાલુકા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીના ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટિમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરતાં પોલીસે cng પમ્પ પર લગાવેલ cctv કેમરા ચેક કરતા cctv ફૂટેજમાં આરોપી માથાના ભાગે ટોપી થતા મોઢાના ભાગે રૂમાલ બાંધી ચોરી કરતા જણાવેલ તેમજ એક શખ્સ cng પંમ્પના સ્ટાફ કર્મચારી અજરૂદ્દીન પ્યારમહમદ શેખ (મુસ્લિમ) ઉંમર વર્ષ 36 (રહે.છુંવારા ફળિયું ત્રણબતી,પાલનપુર) પર શંકા જતા તેની વધુ પૂછપરછ કરતાં તેને સમગ્ર ગુનાની કબૂલાત કરતાં જણાવ્યું હતું, કે ચોરી કરવા માટે પાલનપુર ખાતેથી ચોરી કરનારને બોલાવી તેની મદદ કરી cng પમ્પની ઓફીસમાં પડેલ રોકડ રકમ 2,00,500 ની ચોરી કરાવી રીક્ષાની મદદથી પલાયન થઈ ગયા હતા.આથી પોલીસ દોડતી થઈ ગઈ હતી.પોલીસે રકમ 2,00,500 ના મુદામાલની રિકવર કરી ચાર શખ્સોને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...