ગળેફાંસો:તે મારી સાથે દગો કર્યો છે તેમ કહી યુવતીએ ગળેફાંસો ખાધો

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીસાના ભડથ ગામના શખ્સ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો

ડીસા તાલુકાના ભડથ ગામે અેક યુવતીએ 15 દિવસ અગાઉ ગળા ફાંસોખાઇ આપઘાત કર્યો હતો. જેમાં ગામના જ શખ્સે ત્રાસ આપી મરવા માટે મજબુર કરી હોવાનું ખુલવા પામ્યું છે. પરિવારજનોએ ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્પ્રેરણનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ડીસા તાલુકાના ભડથ ગામની રામબા અલુભા વાઘેલા (ઉ.વ.19)એ 15 દિવસ અગાઉ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જેને ગામના જ પ્રવિણસિંગ કીનુભા વાઘેલાએ 15/10/2021ના રોજ મળવા બોલાવી હતી. તે સમયે રામબાએ કહેલ કે, તે મારી સાથે દગો કર્યો છે.

અને હવે તુ મને નહી લઇ જાય તો મારે મરી જવું પડશે. તે મારી સાથે લગ્ન કરવાનું કહ્યુ હતુ. જેથી પ્રવિણસીંગે તેણીને તારે જે કરવું હોય તે કર મને કોઇ ફરક પડતો નથી. હું તારી સાથે લગ્ન કરીશ નહી તને લઇ જઇશ નહી. મરી જવું હોય તો મરી જા. તારા માટે બધા રસ્તા ખુલ્લા છે. તેમ કહેતા રામબાએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે જબ્બરસીંગ આલુભા વાઘેલાએ ડીસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે પ્રવીણસીંગ સામે મરવા માટે દુષ્પ્રેરણનો ગૂનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...