ચિત્ર દ્વારા શિક્ષણ:ડીસાના વાસણાની શાળાની દીવાલો ભજવી રહી છે શિક્ષકોની ભૂમિકા

ડીસા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દીવાલો ઉપર કરેલી પેઈન્ટિંગથી બાળકો મેળવી રહ્યાં છે શિક્ષણ

ડીસા નજીક આવેલ વાસણા (જુનાડીસા) ગામની વાસણા પ્રાથમિક શાળા આ શાળામાં છેલ્લા 13 વર્ષથી બિપલબેન જશવંતલાલ પટેલ ચિત્ર શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ શાળામાં અગાઉ બાળકોને અક્ષર જ્ઞાન શીખવવા માટે બીપલબેન પટેલ દ્વારા કાગળ પર દોરેલા પેઇન્ટિંગનો ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ કાગળ પર દોરેલા પેઇન્ટિંગના લીધે કાગળો ફાટી જતાં હોવાથી વારંવાર આવા પેઇન્ટિંગ બનાવવાની ફરજ પડતી હતી.જેથી બીપલબેન પટેલ ને વિચાર આવ્યો કે શાળાની દીવાલો પર જ આ પેઇન્ટિંગ દોરી દેવા કે જેથી બાળકોને જ્યારે પણ સમય મળે અને નવરાશ મળે ત્યારે આ બાળકો અક્ષરજ્ઞાન દીવાલના માધ્યમથી મેળવી શકે.

આ શાળામાં પ્રવેશ કરતાં શાળામાં આવેલી દીવાલો પર દોરેલા ચિત્રો જાણે બોલતા હોય તેવો આભાસ થાય છે. શાળાની દીવાલો અત્યાર સુધીમાં બાળકોને આંકડા અને અક્ષરજ્ઞાન શીખવા માં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે ત્યારે આ વિચાર જેમના મગજમાં આવ્યો તેવા શિક્ષિકા બીપલબેન પટેલે દીવાલો પર ચિત્રકામ કરવા પાછળના આશય ને બાળકોમાં અભ્યાસ પ્રત્યે રૂચિ વધે તેમ જણાવ્યું હતું.

આ અંગે શાળાના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અમારા ગુરૂજી (શિક્ષિકા) દ્વારા કરવામાં આવેલા આ સફળ પ્રયાસને પગલે અમો ઝડપથી અક્ષરજ્ઞાન મેળવી રહ્યા છીએ અને શાળાની દીવાલો બાળકોને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...