ધરપકડ:દામા ગામેથી મોબાઈલ ટાવરના એન્ટેના ચોરીનો ભેદ ઉકેલાયો

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીપડાલા સહિત રૂ.4.51 લાખના મુદ્દામાલ સાથે ત્રણ ઝડપાયા

ડીસા તાલુકાના દામા ગામે બે દિવસ અગાઉ જીયો કંપનીના મોબાઇલ ટાવર પરથી રૂપિયા 2.50 લાખની કિંમતના માઇક્રોવેવ ડ્રમ (એન્ટીના) ની ચોરી કરનાર ત્રણ આરોપીઓને ડીસા તાલુકા પોલીસે રૂપિયા 4.51 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

પીઆઈ એમ.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ ડીસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે ચોરી કરનાર અલ્પેશજી ઉદાજી થરેચા (ઠાકોર) (રહે.ચેખલા, તા.કાંકરેજ), ભરતજી સદાજી ખાખલેજા (ઠાકોર) (રહે.આકોલી,તા.કાંકરેજ) અને અનારજી ઉર્ફે અનિલ ચેનાજી ખાખલેજા (ઠાકોર) (રહે.આકોલી) ને માઇક્રોવેવ એન્ટીના (કિંમત 2.50 લાખ), રૂપિયા બે લાખની કિંમતનું પીકઅપ ડાલા નંબર જીજે-08-વી-1525 તેમજ ચોરીમાં ઉપયોગમાં લીધેલ સાધનો રસ્સો, પાના, સેફટી બેલ્ટ સહિત રૂપિયા 4.51 લાખના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...