વિવાદ:ડીસાની આકાશવિલા સોસાયટીમાં મંદિરે બેસવા ના પાડતા લાફો માર્યો

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ત્રણ યુવક વિરુદ્ધ શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ડીસાની આકાશવિલા સોસાયટી ખાતે આવેલા ગોગા મહારાજના મંદિરના ઓટલા ઉપર કેટલાંક યુવાનો અવાર નવાર બેસી સિગારેટ પિતા હોઈ નજીકના રહીશે બેસવાની ના પાડી હતી. જેની અદાવતમાં મારમારી ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આકાશવિલા સોસાયટીમાં ગોગા મહારાજનું મંદિર આવેલું છે. જે મંદિર આગળ કેટલાક યુવકો બેસી સિગારેટ પિતા હોઈ આ બાબતે નજીકમાં રહેતા રાકેશભાઈ રમેશચંદ્ર ત્રિવેદીએ તેમને ત્યાં બેસવાની ના પાડી હતી.

જેની અદાવત રાખી સોમવારે સાંજના સુમારે રાકેશભાઈ ત્રિવેદીના ઘરે જઈ જીજ્ઞેશભાઈ પીરાભાઈ દેસાઈ, જતીનભાઈ પ્રકાશભાઈ ગોસ્વામી અને આકાશભાઈ રમેશભાઈ વણકર એ સ્નેહાબેન ને કહેવા લાગેલ કે તમારા પતિ રાકેશભાઈ ક્યાં છે ? જેથી બહાર ગયા હોવાનું જાણવા મળતા આ ઈસમોએ સ્નેહાબેન ને કહેલ કે તમારા પતિએ અમને ગોગા મહારાજના મંદિર ઉપર બેસી સિગારેટ પીવાની કેમ ના પાડી છે? જેથી સ્નેહાબેને કહેલ કે તે હાજર નથી આવે ત્યારે આવજો પરંતુ આ ત્રણ જણાં એકદમ ઉશ્કેરાઇ જઇને અપશબ્દો બોલી જતા રહ્યાં હતાં.

જો કે, અવાર નવાર રાકેશભાઈના ઘર આગળ ઉભા રહી મશ્કરી કરતા હોઈ આ બાબતે રાકેશભાઈના પિતા રમેશભાઈએ ના પાડતા આ ત્રણ ઈસમો ઉશ્કેરાઇ જઈ રમેશભાઈને લાફો મારતા રમેશભાઈના પરિવારના અન્ય લોકો આવી જતા આ ત્રણ ત્યાંથી ભાગી ગયા હતાં પરંતુ જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપતા ગયા હતા. જેથી આ બાબતે સ્નેહાબેન રાકેશભાઈ ત્રિવેદી એ શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે જીજ્ઞેશભાઈ પીરાભાઈ દેસાઈ, જતીનભાઈ પ્રકાશભાઈ ગોસ્વામી અને આકાશભાઈ રમેશભાઈ વણકર વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...