જામીન અરજી ફગાવી:ડીસાના આપઘાત કેસના આરોપીની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી

ડીસા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 4 જુલાઇના રોજ યુવાને ગળા ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો

ડીસા શહેરમાં આવેલ પ્રજાપતિ સમાજની વાડી સામે કચ્છી કોલોની ખાતે ગત તા.4 જુલાઇ 2021 ના રોજ મનસુખલાલ મોરુમલ ઠક્કરે ગળે દોરડુ બાંધી ફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી. જેની પોલીસ ફરિયાદ થતાં પોલીસે આરોપી જયેશ તેજમાલભાઇ ઠક્કર (પલણ) ની ધરપકડ કરી પાલનપુર સબ જેલમાં મોકલી આપ્યો હતો. જેની જામીન અરજીની સુનાવણી થતાં ડીસા સેસન્સ કોર્ટે કેશની ગંભીરતા જોતા આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.

ચારેક વર્ષ અગાઉ રાપર ખાતે રહેતા મનસુહલાલ મોરૂમલ ઠક્કરને પોતાની માલીકીની અલ્ટો ગાડી નંબર જીજે-09-એજી-7785 વેચવાની હોઇ તેમના વેવાઇ થતાં જયેશ તેજમાલભાઇ ઠક્કરને વાત કરતાં તેઓને ગાડી લેવાની હોઇ તેઓએ ખરીદેલ હતી અને ગાડી પેટે રૂપિયા 50 હજાર રોકડા આપેલ અને બાકીની રકમ ગાડી નામે કરાવે ત્યારે આપવાનું નક્કી કરવામાં આવેલ હતું. મનસુખલાલ અને જયેશભાઇ એકબીજાના વેવાઇ થતા હોઇ અને એકબીજાને સારી રીતે ઓળખતા હોઇ ગાડી નામફેર અને કોઇ લખાણ કરાવેલ ન હતું.

આ મનસુખલાલે 50 હજાર રોકડા લઇ ગાડી અને કાગળો તેજ દિવસે આપી દીધેલ હતા. ત્યાર પછી જયેશભાઇએ તે ગાડી મૃતક મનસુખલાલની જાણ બહાર રાજસ્થાન ભીલવાડાના કોઇક વ્યક્તિને વેચી દિધેલ તે ગાડી તા.9 મે-2019 ના રોજ બીગોત પોલીસ સ્ટેશન ભીલવાડા રાજસ્થાનની હદમાં પોષડોડા ભરેલી બીનવારસી હાલતમાં પોલીસે જપ્ત કરી હતી અને આ બાબતે પોલીસે તપાસ દરમિયાન રેકર્ડ પ્રમાણે ગાડીના માલિક તરીકે મનસુખલાલનું નામ આવતા બડલીયાસ (રાજ.) પોલીસે તા. 29 જૂન-2020 ના રોજ મનસુખલાલની ધરપકડ કરી હતી.

ત્યાર પછી જોધપુર હાઇકોર્ટે જામીન મંજુર કરતાં ગત તા.18 સપ્ટેમ્બર-2020 ના રોજ છુટકારો થયો હતો અને લગભગ 80 દિવસ જેટલો જેલવાસ ભોગવવો પડ્યો હતો. આમ સમગ્ર કેશમાં જયેશભાઇ ઠક્કરે મૃતક મનસુખલાલ સાથે વિશ્વાસઘાત કરેલ હોઇ અને તેમના કારણે જેલમાં જવું પડેલ હોવાથી તેમને દિલમાં લાગી આવતા તેઓએ તા.4 જુલાઇ-2021 ના રોજ ડીસા ખાતે રહેતા ભાડાના મકાનમાં દોરડા વડે ફાંસો ખાઇને પોતાની જીવનલીલા સંકેલી દીધી હતી.

સુસાઇડ નોટ મળતાં ગૂનો દાખલ થયો હતો
મૃતક મનસુહલાલના પુત્ર દ્વારા ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવતા પોલીસે મૃતકના મકાનમાંથી 32 પાનાની સુસાઇડ નોટ મળી આવતા તપાસ માટે કબ્જે લીધી હતી અને તે સુસાઇડ નોટના આધારે આરોપી તરીકે જયેશ તેજમાલભાઇ ઠક્કર (રહે.રાણીપ-અમદાવાદ)ને લેવામાં આવ્યા હતા અને આ બાબતે સુસાઇડ નોટમાં લખેલ લખાણ બાબતે રાજસ્થાન તેમજ ગુજરાતમાં તપાસ કરીને તા.11 સપ્ટેમ્બર-2021 ના રોજ જયેશ ઠક્કરની ધરપકડ કરવામાં આવેલ હતી અને તેને સબજેલમાં મોકલી આપવામાં આવેલ હતા. જેથી તેમની જામીન અરજી માટે ડીસા સેસન્સ કોર્ટમાં રજુ કરવામાં આવેલ અને કોર્ટ દ્વારા જામીન અરજી ના મંજુર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...