તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાળા ચાલુ રખાતાં રોષ:રામસણ શાળામાં કોરોનાના 11 કેસ છતાં પણ શાળા ચાલુ રખાઈ

ડીસા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
રામસણમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. - Divya Bhaskar
રામસણમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.
 • આરોગ્ય વિભાગની તાકીદ છતાં શાળા ચાલુ રખાતાં રોષ
 • કોરોના કેસના પગલે આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો

ડીસાના રામસણમાં એક સાથે 11 કોરોના પોઝિટીવ કેસ આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગની તાકીદ છતાં શાળા ચાલુ રખાતાં રોષ ફેલાયો છે.ગુરૂવારે આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં સર્વે કરવામાં આવ્યો હતો.

ડીસા તાલુકાના રામસણ ગામે આવેલી વિવેક ઉત્તર બુનિયાદી વિદ્યાલયના બે શિક્ષક અને નવ વિદ્યાર્થીઓ સહિત 11 લોકો કોરોના પોઝિટીવ આવતા ગામમાં ફફડાટ વ્યાપ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા ગુરૂવારે ગામમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો તેમજ કોરોના પોઝિટીવ આવેલ તમામ લોકોની સારવાર કરવામાં આવી હતી. આ અંગે રામસણના મેડીકલ ઓફીસર ડૉ.પી.આર.મીણાએ જણાવ્યું હતું કે, એક જ શાળામાં કોરોના પોઝિટીવ કેસ આવ્યા બાદ તકેદારીના ભાગરૂપે શાળા બંધ કરવા માટે આચાર્યને લેખિત જાણ કરવામાં આવી છે તેમજ કોરોના પોઝિટીવ આવેલને સામાન્ય તાવ, શરદીના લક્ષણો જોવા મળ્યાં છે. હાલમાં વધુ કોઇ કેસ સામે આવ્યા નથી.’

આરોગ્ય વિભાગએ શાળા બંધ કરવાની જાણ કરવા છતાં શાળા ચાલુ રાખવામાં આવી છે. જેથી ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં પણ ભય સતાવી રહ્યો છે. આ અંગે આચાર્ય અમરતભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, "શાળામાં સોશિયલ ડીસ્ટન્સ, સેનિટાઇઝર અને સરકારની ગાઇડ લાઇનનું ચૂસ્ત પાલન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે શાળા ચાલુ રાખવામાં આવી છે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો