તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરપંચની હત્યા:ડીસાના મુડેઠામાં નોકરીમાંથી છૂટો કરતાં ડ્રાઇવરે સરપંચને ટ્રેકટર નીચે કચડીને મારી નાખ્યા, આરોપીની ધરપકડ

મુડેઠા20 દિવસ પહેલા
મૃતક સરપંચની તસવીર.
  • મુડેઠા ગામે હત્યાને લઈ પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો, હત્યારો ઝડપાયો
  • પોલીસે શખસ સામે હત્યાનો ગુનો નોંધી પીએમ કરાવી લાશ પરિવારને સોંપી

ડીસા તાલુકાના મુડેઠા ગામે અગાઉ ડ્રાઇવરની નોકરીમાંથી છૂટા કરવાનું મનદુ:ખ રાખી શનિવારે એક શખસે ચરખીવાળા ટ્રેકટરથી ગામના સરપંચને ટક્કર મારી હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે ભીલડી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે હત્યારા શખસ સામે ગુનો નોંધી તેને ઝડપી લઈ ગામમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ડીસા તાલુકાના મુડેઠા દુદાણી પાર્ટીના ઇશ્વરજી શાંતિજી રાઠોડ અગાઉ ગામના સરપંચ કાંતિજી તલજી રાઠોડના ત્યાં ડ્રાઇવર તરીકે રહેતા હતા.

આરોપીની તસવીર.
આરોપીની તસવીર.

ટ્રેક્ટર ઉભું રાખવા ઈશારો કર્યો પણ માન્યો નહીં
જોકે તેને છૂટા કરવામાં આવ્યો હતો. એનું મનદુ:ખ રાખી શનિવારની સાંજે રતનપુરાના ક્રોસિંગ આગળ ચરખીવાળા ટ્રેક્ટરથી સરપંચ કાંતિજીને જાનથી મારી નાખવાના ઈરાદે કારને આગળના ભાગે ટક્કર મારી હતી. ત્યાર બાદ ભારતજી વેલજી રાઠોડના ઘર આગળ સરપંચ અને ગામના દિનેશજી બાબુજી રાઠોડ ઊભા હતા. ત્યારે ચરખીવાળુ ટ્રેકટર નંબર જી.જે. 08. સી.જી.1294 લઇને આવેલા ઇશ્વરજી શાંતિજીને ટ્રેકટર ઊભું રાખવાનો ઇશારો કર્યો હતો.

જોકે તેમણે ઝડપભેર ટ્રેકટર ચલાવી સરપંચ રાઠોડ કાન્તિજી તલજી પર ટ્રેકટર ચલાવી ફરાર થઇ ગયો હતો. આ અંગે દિનેશજી બાબુજી રાઠોડે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાની જાણ થતાં ઇન્ચાર્જ પી.એસ.આઇ. પી.એન.જાડેજાએ ઘટનાસ્થળે પહોંચી આરોપી વિરુદ્ધ ઇ.પી.કો કલમ 302 , 307 મુજબ ગુનો દાખલ કરી કાન્તિજીના મૃતદેહનું ડીસા સિવિલ હોસ્પિટલમાં પી.એમ કરાવી વાલી વારસોને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.

ગામમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત
ગામમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત

હત્યારાને સળિયા પાછળ ધકેલ્યો
સરપંચના મોતથી ગામમાં શોક છવાયો છે. તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. દરમિયાન કોઇ અનિચ્છિનીય ઘટના ન ઘટે એ માટે પોલીસ દ્વારા ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આરોપીની ધરપકડ કરી કોવિડનો રિપોર્ટ કરાવી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે, જેની વધુ તપાસ ભીલડી ઇન્ચાર્જ પી.એસ.આઇ. પી.એન.જાડેજા ચલાવી રહ્યા છે. તસવીરઃ સાદુલસિંહ રાઠોડ.