તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:ખેડૂતોની રજૂઆતના પગલે કોલ્ડસ્ટોરેજ એસો.દ્વારા ભાડા વધારો પાછો ખેંચાયો

ડીસા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
સંચાલકોએ ભાડામાં ઘટાડો કરતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. - Divya Bhaskar
સંચાલકોએ ભાડામાં ઘટાડો કરતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.
 • ખેડૂતોના હિતમાં એસોસિયેશનનો મહત્વનો નિર્ણય

ચાલુ વર્ષે કોલ્ડ સ્ટોરેજ સંચાલકોએ બટાકાના ભાડામાં વધારો કરતાં ખેડૂતો માં ભારે રોષ વ્યાપી ગય હતો. એક સપ્તાહ અગાઉ ભારતીય કિસાન સંઘ દ્વારા ભાડા વધારો ખેચવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેથી સોમવારે કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશન દ્વારા ભાડા વધારાનો નિર્ણય પાછો ખેચાયો છે. ડીસા પંથકમાં બટાકાના સંગ્રહ માટે 100 થી વધુ કોલ્ડ સ્ટોરેજ કાર્યરત છે. છેલ્લા ચાર વર્ષથી મંદીનો માર સહન કરી રહેલા ખેડૂતોને ચાલુ વર્ષે પણ પોષણક્ષમ ભાવ મળતા નથી.

ત્યારે કોલ્ડ સ્ટોરેજ સંચાલકોએ ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર ભાડામાં વધારો કરતાં ભારે વિરોધ થયો હતો. આ ઉપરાંત ભારતીય કિસાન સંઘ દ્વારા ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી ભાડા વધારો ખેંચવાની માંગ કરવામાં આવી હતી. આ અંગે કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશનના પ્રમુખ ગણપતલાલ કચ્છવાએ જણાવ્યું હતું કે, "મજુરી તેમજ એમોનિયા ગેસ સહિતનાં ભાવમાં વધારો થયો હતો એટલે બટાકાના ભાડામાં સામાન્ય વધારો કરવામાં આવ્યો હતો પરંતુ ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઇ ભાવ વધારો હાલ પુરતો મોકુફ રખાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો