ડીસાની બનાસ નદી ઉપર વધુ એક બ્રિજ બનાવવા માટે સોઇલ ટેસ્ટની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે આજુબાજુના બંને બ્રિજને ભારે વાહનો માટે ઉપયોગમાં લેવાશે. સરકારમાંથી જો ત્રીજો બ્રિજ મંજૂર થશે તો બનાસ નદી પર સર્જાઈ રહેલા ટ્રાફિકજામમાંથી વાહન ચાલકોને મોટી રાહત મળશે. ડીસાને રાજ્યનો સહુથી લાંબો એલિવેટેડ બ્રિજ મળ્યાને હજુ ચાર માસ જેટલો જ સમય થયો છે.
ત્યારે ડીસામાં વધુ એક બ્રિજના નિર્માણની કામગીરી શરૂ થઈ ચૂકી છે. બનાસ નદી પર જે સર્વ પ્રથમ બ્રિજ બનાવવામાં આવ્યો હતો તે બ્રિજની સમય મર્યાદા પૂરી થતાં અને નેશનલ હાઇવે નં. 27 પર વાહન વ્યવહાર વધતાં ત્રીજો બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થવાની શકયતા છે. સૂત્રોએ જણાવ્યું કે " નવિન બનનાર ઓવરબ્રિજ 576 મીટર લાંબો બનશે અને ટુ લેન બ્રિજ બનશે. બ્રિજ તૈયાર થયા બાદ જૂના બ્રિજને માત્ર નાના વાહનો માટે જ રાખવામાં આવશે.
જ્યારે આજુબાજુના બંને બ્રિજને ભારે વાહનો માટે ઉપયોગમાં લેવાશે. આ બ્રિજની કામગીરી વર્ષ-2024 ની શરૂઆતમાં પૂરી થઈ જશે. આ બ્રિજ બન્યા બાદ ડીસા બનાસ નદી પર સર્જાઈ રહેલા ટ્રાફીકજામમાંથી વાહન ચાલકોને મોટી રાહત મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.