તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ ડીસા વોર્ડ નં-3:ડીસાની જોખમનગર સોસાયટીનો મુખ્ય રસ્તો જોખમ હાલતમાં, વાહન ચાલકો મુશ્કેલીમાં

ડીસા18 દિવસ પહેલા
 • કૉપી લિંક
જોખમનગરમાં બિસ્માર રસ્તાના અભાવે ભારે મુશ્કેલીજોખમનગરમાં બિસ્માર રસ્તાના અભાવે ભારે મુશ્કેલી - Divya Bhaskar
જોખમનગરમાં બિસ્માર રસ્તાના અભાવે ભારે મુશ્કેલીજોખમનગરમાં બિસ્માર રસ્તાના અભાવે ભારે મુશ્કેલી
 • રૂ. 40 લાખના ખર્ચે બનેલા મુખ્ય રોડ પર આડશ ઉભી કરાતા વાહનચાલકો પરેશાન
 • ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં જોગકૃપા સહિતની સોસાયટીઓ બેટમાં ફેરવાય છે

ડીસા નગરપાલિકામાં ગત પાંચ વર્ષ દરમિયાન ભાજપ શાસનમાં હતું. નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર-3 માં રોડ, રસ્તા જેવી સુવિધાઓ કરવામાં આવી છે તેમ છતાં અનેક સોસાયટીના રહીશો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યાં છે. ડીસાના એરપોર્ટ રોડ ઉપર આવેલી અનુપમ સોસાયટીથી 20 થી વધુ સોસાયટીને જોડતો મુખ્ય રોડ બનાવવામાં આવ્યો છે. પરંતુ સ્પીડ બ્રેકર ન હોવાથી વાહનચાલકો પૂરપાટ ઝડપે દોડતા અકસ્માતનો ભય રહે છે. જયારે જોગકૃપા સોસાયટી સહિતની આસપાસની સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં બેટમાં ફેરવાઇ જાય છે.

વેલુનગર આસપાસની સોસાયટીમાં પાકા રોડ રસ્તા બની ગયા છે. જયારે ચિત્રકુટ સોસાયટીના રહીશો આજે પણ રોડ અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. ડીસા માર્કેટયાર્ડ સામે આવેલી સુખદેવનગર તેમજ શાંતિનગર સોસાયટીમાં ચોમાસા દરમિયાન ખેતર વિસ્તારના પાણીનો આવરો હોઇ રહીશોના ઘર સુધી પાણી ભરાય છે.

નેશનલ હાઇવે પર યોગ્ય લેવલીગના અભાવે ત્રણ ફુટ જેટલું પાણી ભરાઇને પડી રહેતાં વાહન ચાલકો અને રાહદારીઓને પરેશાની ભોગવવી પડે છે. જયારે નેશનલ હાઇવે ઓથોરીટી અને નગરપાલિકા તંત્રની બેદરકારીના કારણે શાંતિનગર, પ્રજાપતિનગર તેમજ જોખમનગરના લોકો બહાર પણ નિકળી શકતા નથી.

વોર્ડ નંબર-3 માં સમાવિષ્ટ વિસ્તાર
ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર-3 માં ગોવર્ધનપાર્ક, મેહુલ સોસાયટી, અમી સોસાયટી, જોગકૃપા સોસાયટી, કૈલાશનગર, શ્રીનગર, વેલુનગર, અભિલાષા સોસાયટી, જયંતનગર, રચના સોસાયટી, મોઢેશ્વરી સોસાયટી, પંચાલવાડી, વંદના બંગ્લોઝ, અમૃતનગર, શાંતિનગર, પ્રજાપતિ નગર અને જોખમ નગર આસપાસનો વિસ્તાર

સ્પીડ બ્રેકરની રજૂઆત ન સંભળાઇ
એરપોર્ટ રોડથી અનુપમ સોસાયટી થઇ વેલુનગર જવાનો મુખ્ય રસ્તો નવો બનાવવામાં આવ્યો છે એ સારી બાબત છે પરંતુ સ્પીડ બ્રેકર ના અભાવે વાહન ચાલકો બેફામ ચાલી રહ્યાં છે. જેથી અકસ્માત નો ભય છે. પાલિકામાં રજૂઆત કરવા છતાં કોઇ જ ઉકેલ આવ્યો નથી. ભરતભાઇ માળી (અનુપમ સોસાયટી)

ખુલ્લી ગટરમાં અનેક લોકો પટકાયા
​​​​​​​વેલુનગર વિસ્તારમાં આવેલ સાંઈ રો હાઉસના પ્રવેશદ્વાર આગળ જ મોટી ગટર બનેલી છે પરંતુ ગટરની એક સાઇડમાં સ્લેબ ભરવાનો રહી ગયો છે અને અજાણ્યા લોકો અને વાહન ચાલકોને જાણકારી ન હોવાથી વારંવાર રાહદારીઓ અને નાના વાહન ચાલકો ગટરમાં પટકાયા છ અને ઇજાઓ પહોચી છે. તંત્ર દ્વારા આ મામલે ત્વરીત સમસ્યાનુ નિરાકરણ કરે તે જરૂરી છે.’: બાબુભાઇ જોષી (સાંઈ રો હાઉસ)

વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ના અભાવે વરસાદી પાણીનો ભરાવો
ડીસાના નેશનલ હાઇવે પર ઓવરબ્રિજ ની કામગીરી દરમ્યાન વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ના અભાવે વરસાદી પાણીનો ભરાવો થાય છે. જેથી શાંતિનગર સહિત ની સોસાયટીના રહીશોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.’ચોમાસામાં આ માર્ગે આવેલ અનેક સોસાયટીના રહીશોને અવર જવરમાં મુશ્કેલી વેઠવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો