તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી ભેટ...:ડીસામાં સૌથી લાંબો 3.7 કિલોમીટર લાંબો ઓવરબ્રિજ તૈયાર; ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ કોરિડોર

ડીસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બ્રિજ ઉપર તથા સર્વિસ રોડ પર LED લાઇટિંગને કારણે રાત્રે તેની શોભા અનેકગણી વધી જાય છે. - Divya Bhaskar
બ્રિજ ઉપર તથા સર્વિસ રોડ પર LED લાઇટિંગને કારણે રાત્રે તેની શોભા અનેકગણી વધી જાય છે.
  • બ્રિજ ઉપર તથા સર્વિસ રોડ પર LED લાઇટિંગને કારણે રાત્રે તેની શોભા અનેકગણી વધી જાય છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરની મધ્યમાંથી નેશનલ હાઈવે નંબર 27 પસાર થાય છે. આ ગુજરાતના પોરબંદર અને આસામના સિલચરને જોડતો ઇસ્ટ-વેસ્ટ કોરિડોર છે. ડીસા શહેરની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે NHAI દ્વારા ફોર લેન એલિવેટેડ કોરિડોર પુલ બનાવવાનું આયોજન કરાયું હતું. ડીસા એલિવેટેડ કોરિડોરમાં ટ્રાફિક માટે 4 લેન ઉપર તેમજ 4 લેન નીચે તથા 2 લેનવાળા બંને તરફના સર્વિસ રોડનો સમાવેશ કરાયો છે.

બ્રિજની ખાસિયત...
ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ કોરિડોર તરીકે આ બ્રિજ અવ્વલ છે. કોરોનાની બંને લહેર છતાં યુદ્ધના ધોરણે આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ બ્રિજમાં 80 હજાર ઘન મીટર કોંક્રિટ વપરાયું છે.

બ્રિજથી ફાયદો...
ડીસા શહેરની વધેલી ટ્રાફિક સમસ્યા તથા અકસ્માત નિવારવા માટે આ બ્રિજનું નિર્માણ કરાયું છે. આ બ્રિજથી મોટાં વાહનો સરળતાથી ડીસા શહેરને ડિસ્ટર્બ કર્યા વિના બારોબાર આવ-જાવ કરી શકશે.

ફેક્ટ્સ...

  • 222 કરોડ રૂપિયા આ બ્રિજનો કુલ અંદાજિત ખર્ચ છે
  • 3.750 કિલોમીટરની લંબાઈ
  • 100 km પ્રતિ કલાકની સ્પીડે વાહન જઈ શકશે
  • 10500 ટન સ્ટીલનો જથ્થો વાપરવામાં આવ્યો