તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમજાવટને અંતે સમાધાન:ડીસા માર્કેટયાર્ડમાં મજૂરીનો દર વધારવા મજૂરો કામથી અળગા રહ્યા

ડીસા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
મજૂરીના દર વધારવાની માંગ સાથે બેઠક યોજાઈ હતી. - Divya Bhaskar
મજૂરીના દર વધારવાની માંગ સાથે બેઠક યોજાઈ હતી.
  • વેપારી એસો.અને મજૂર એસો. સાથે બેસી વિસંગતતા હશે તો દૂર કરવા ખાતરી

કોરોના મહામારીમાં મજૂરોની અછત વચ્ચે ડીસા માર્કેટયાર્ડના મજૂરો દ્વારા મજૂરીના દર વધારવાની માંગ કરવામાં આવી છે. બજાર સમિતિ દ્વારા વેપારી એસોસિએશન અને મજૂર એસોસિએશન સાથે બેસી વિસંગતતા દુર કરવાની ખાત્રી આપવામાં આવી છે.

વેપારી મથક ડીસાના મુખ્ય માર્કેટયાર્ડમાં મોટાભાગના મજૂરો રાજસ્થાનના છે તેમજ કોરોના મહામારી અને લોકડાઉનના લીધે મજૂરોની પણ અછત ઉભી થઇ રહી છે. ત્યારે ડીસા માર્કેટયાર્ડમાં કામ કરતાં મજૂરોએ મંગળવારે મજુરીના દર વધારવાના મુદ્દે થોડા સમય માટે કામકાજથી અળગા રહ્યાં હતાં. જો કે, ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી મજૂર એસોસિએશન અને વેપારી એસોસિએશન સાથે બેસી વિસંગતતા દૂર કરવાની ખાત્રી આપતાં મજૂરોએ કામકાજ શરૂ કર્યું હતું.’ આ અંગે મજૂર એસોસિએશનના શંકરભાઇ પુરોહિતએ જણાવ્યું હતું કે, ‘લોકડાઉન થતાં મજૂરોની હાલત કફોડી છે. જેથી અમોએ મજૂરીના દર વધારવા વેપારીઓ સમક્ષ પણ રજૂઆત કરી હતી પરંતુ કોઇ ઉકેલ ન આવતાં સેક્રેટરીને રજૂઆત કરવામાં આવી છે.’

જુલાઈ 2020માં પણ મજૂરોએ મજૂરી વધારવા માટે રજૂઆત કરી હતી. આથી બજાર સમિતિ દ્વારા વેપારીઓ અને મજૂરો સાથે બેસી ગત 27 જુલાઈથી 31 ડિસેમ્બર-2023 સુધી મજૂરીનો દર વધારાયો હતો.પરંતુ મજૂરોએ ફરી માંગ કરી છે. જેથી વેપારીઓ અને મજૂરો સાથે બેસી વિસંગતતા હશે તો દૂર કરાશે તેમ સેક્રેટરી એ.એન.જોષીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...