આયોજન:ડીસામાં ખેડૂતોના પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતાં ભારતીય કિસાન સંઘનો વિરોધ, 11મીએ ધરણાં કરશે

ડીસા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીસાના રાણપુરથી ખેડૂતોના પડતર પ્રશ્નો અંગે ખેડૂતોની રેલી યોજાઈ

ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના પડતર પ્રશ્નો અંગે સરકાર સમક્ષ અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં તા.11 જાન્યુઆરીના રોજ દેશભરના 513 જીલ્લા મથકો પર ધરણાં પ્રદર્શન યોજાનાર છે. શનિવારે ડીસાના રાણપુરથી ખેડૂતોના પડતર પ્રશ્નો અંગે ખેડૂતોની રેલી યોજાઈ હતી. છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો એક બાદ એક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને જિલ્લામાં નહીંવત વરસાદના કારણે હાલમાં ખેડૂતોની પાણી વગર પરિસ્થિતિ કફોડી બની છે.

ત્યારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જીલ્લાના ખેડૂતોએ અગાઉ તા.8 સપ્ટેમ્બર-2021 ના સરકારમાં રી-સર્વેમાં ખેડૂતોને થતી કનડગત તત્કાલ દૂર કરવા અને રી-સર્વે રદ કરો, સમાન સિંચાઈ દર કરવા, જ્યાં સિંચાઈની વ્યવસ્થા નથી ત્યાં સહકાર આધારિત નવી સિંચાઇ વ્યવસ્થા ઉભી કરવી, મીટર પ્રથા નાબૂદ કરવા અથવા સ્વૈચ્છિક કરવા, મીટર પરનો ફિક્સ ચાર્જ નાબૂદ કરવો, દાંતીવાડા ડેમ તેમજ સીપુ ડેમના કેનાલ દ્વારા પાણી નાખી બનાસ નદીને જીવિત કરવી, ટ્રેક્ટરની ટ્રોલી ખેડૂતોનું આધુનિક ગાડું ગણી આરટીઓમાંથી ટ્રોલીનો ટેક્સ નાબૂદ કરવો, ખેડૂતોને હાલમાં રાસાયણિક ખાતરમાં જે ભાવ વધારો કરેલ છે તે તત્કાલીન દૂર કરવા માટે દેશના 513 જીલ્લા મથકો પર ખેડૂતોના ધરણા કરી વડાપ્રધાનને આવેદનપત્રો મોકલ્યા હતા.

પરંતુ હજુ સુધી કોઈ જ પ્રત્યુત્તર જવાબ ન મળતા ખેડૂતો ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયા છે અને આગામી 11 જાન્યુઆરીના રોજ જીલ્લા મથક ખાતે ધરણાં કરીને રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવાનો ખેડૂતોએ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. જે અંતર્ગત શનિવારે ડીસા તાલુકાના ખેડૂતોએ રાણપુર ગામથી બાઇક રેલીનું આયોજન કર્યું હતું તેમ ભારતીય કિસાન સંઘના મોહનલાલ માળીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...