તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:હેકરે ડીસા સેશન્સ કોર્ટના જજનું ફેસબુક એકાઉન્ટ હેક કરી નાણાંની માંગણી કરી

ડીસા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજસ્થાનના શખ્સ સામે પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ

ડીસાના સેશન્સ જજનું ફેસબૂક એકાઉન્ટ હેક કરી પૈસાની માંગણી કરવામાં આવી હોવાની ચોંકાવનારી સાઇબર છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. આ અંગે ન્યાયાધીશે રાજસ્થાનના શખ્સ સામે ડીસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ડીસાની સેશન્સ કોર્ટમાં ફરજ બજાવતા પાંચમાં એડિશનલ સિવિલ જજ અને મેજિસ્ટ્રેટ એ.ટી.તીવાડીનું જનરલ ફેસબુક એકાઉન્ટ કોઈ અજાણ્યા શખ્સે હેક કરી દીધું હતું. આથી તા.30 ઓગષ્ટ સોમવારના રોજ જજના મિત્રનો ફોન આવ્યો હતો કે, તમે ફેસબુક ઉપર નવું એકાઉન્ટ બનાવ્યું છે કે શું ? ફ્રેન્ડ રિકવેસ્ટ આવી છે.

જેથી જજે ચેક કરતાં તેમના ફેસબુકનું ઓરિજનલ એકાઉન્ટ હેક કરી તેમના હોદ્દા અને ફોટાનો દુરુપયોગ કરી હેકરે નવું એકાઉન્ટ બનાવેલું જણાયું હતું. આ દરમિયાન તેમના માસીની દીકરી બહેનનો પણ ફોન આવ્યો હતો કે તમારા ફેસબુક એકાઉન્ટમાં પૈસાની માંગ કરેલ છે. જેથી તેઓએ સગા સંબંધીઓ મિત્રોને જાણ કરી હતી કે ફેસબુકના ફેક આઈડી પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો સ્વીકારી નહીં અને કોઈ પૈસા ટ્રાન્સફર કરવા નહીં. આ દરમિયાન એક તેમના સાથી જજ ડીસાના બીજા એડિશનલ સેસન્સ જજ બી.જી. દવેના પટાવાળા જોડે પણ હેકરે 70 હજારની માંગણી કરી હતી.

જે પૈસા પટાવાળાએ તેમના એકાઉન્ટમાં જમા કરતા તેમને પૈસા માંગણીની જાણ થઇ હતી. જેથી આ બાબતે જજે તુરંત જ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આ શખ્સ વિકી મીણા રાજસ્થાનનો રહેવાસી હોવાનું અને સરકારી નોકરી કરતો હોવાનું જેણે ફેસબુકમાં અપલોડ કરતાં તેઓ ઓળખતા હોવાનું જણાવ્યું હતું. આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસે આઇપીસી કલમ 419 અને આઇટી એકની કલમ 66 સી અને 66 ડી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...