તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:ડીસા સિવિલમાં ઓક્સિજનની અછત ઉભી થતાં પૂર્વ પ્રમુખ પાંચ બોટલ લઇ પહોંચ્યા

ડીસા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઓક્સિજન પહોંચતાં દર્દીઓએ પણ રાહતનો શ્વાસ લીધો

કોરોના મહામારી દરમિયાન ઓક્સિજનની ભારે અછત વર્તાઈ રહી છે. ત્યારે રવિવારે ડીસા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત ઉભી થતાં ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખએ તાત્કાલિક પાંચ બોટલની વ્યવસ્થા કરી પહોંચાડતા દર્દીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

કોરોના સંક્રમણને કારણે હોસ્પિટલોમાં પણ લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ડીસા સહિત જીલ્લામાં ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શનની ભારે અછત જોવા મળી રહી છે. ત્યારે રવિવારે ડીસા સિવિલ હોસ્પિટલમાં અચાનક જ ઓક્સિજનની અછત ઉભી થતાં દર્દીઓ ભારે ચિંતામાં મુકાયા હતાં. પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવિણભાઇ માળીને થતાં તેઓએ તાત્કાલિક પાંચ બોટલ ઓક્સિજનની વ્યવસ્થા કરી જાતે જ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં.

પ્રવિણભાઇ માળી, જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એચ.હરીયાણી, આરોગ્ય અધિકારી ડૉ. કે.પી.દેલવાડીયા તેમજ ડીસા સિવિલ હોસ્પિટલના ડૉ.આકેડીવાળાએ રવિવારે ડીસા સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોના પોઝિટિવ દર્દીઓને રૂબરૂ મળી ખબર અંતર પુછી જલદીથી સ્વસ્થ થાય તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો