તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ડીસામાં આપેલા પૈસા ઉઘરાણી કરી પિતા-પુત્રએ આધેડને માર માર્યો

ડીસા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ડીસા શહેર ઉત્તર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

ડીસાના રીજમેન્ટ રોડ પર આવેલ ઇલોરા ડ્રાયક્લિનિંગ દુકાન ચલાવતા આધેડ પાસે પૈસાની ઉઘરાણી કરવા આવેલા બે શખ્સોએ મારામારી કરતાં ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશને મથકે ફરિયાદ નોંધાઇ છે. ડીસા ખાતે વસુંધરા સોસાયટી અંબિકા ચોક ખાતે રહેતા કિશોરકુમાર રામપ્રસાદ ધોબી રીજમેન્ટ વિસ્તારમાં આવેલા ખોડીયાર શોપિંગ સેન્ટરમાં ઇલોરા ડ્રાય ક્લિનિંગ નામની કપડા ધોવાની દુકાન ચલાવે છે.

7 મહિના અગાઉ ડીસાના ભડથ ગામે રહેતા ગણપતભાઇ ઠાકોર તથા કનુભાઈ ગણપતભાઇ ઠાકોર પાસેથી રૂ.20 હજાર ઉછીના લીધેલા હતા.3 દિવસ અગાઉ બપોર કિશોરકુમાર ધોબી દુકાનના કપડાં ઇસ્ત્રી કરતા હતા ત્યારે કનુભાઈ ગણપતભાઈ ઠાકોર આવી કહ્યું કે આપેલા રૂ.20 હજાર માગતાં કિશોરકુમારે મારી પાસે હાલ પૈસાની સગવડ નથી કહેતાં કનુભાઈ ઉશ્કેરાઇ અપશબ્દો બોલી કિશોરકુમારને મારમાર્યો હતો.

જ્યારે કનુભાઈ ઠાકોરના પિતાજી ગણપતભાઇ ઠાકોરે પણ આવી કિશોરકુમાર ઉપર હૂમલો કર્યો હતો. આ અંગે કિશોરકુમાર રામપ્રસાદ ધોબીએ ડીસા ઉત્તર પોલીસ મથકે ગણપતભાઇ ઠાકોર અને તેનો દીકરો કનુભાઈ ગણપતભાઇ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...