તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:કાંટ ગામના ખેડૂત પુત્રએ કબડ્ડીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

ડીસા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નેપાળ ખાતે યોજાયેલી છ દિવસીય ઇન્ટરનેશનલ કબડ્ડી સ્પર્ધામાં કુશ ચૌધરીનો ઉત્કૃષ્ટ દેખાવ

ડીસા તાલુકાના કાંટ ગામના ખેડૂત પુત્રએ તાજેતરમાં નેપાળ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ કબડ્ડી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરતાં હરીફ ટીમને 8 પોઇન્ટથી પછડાટ આપ્યો હતો. એક યુવકે કબડ્ડીની રમતમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ડીસાના કુશ ચૌધરીએ ગોલ્ડ મેડલ અને ટ્રોફી મેળવી માત્ર બનાસકાંઠા નહીં પરંતુ ગુજરાતનું નામ રોશન કર્યું છે.

કાંટ ગામનો અને ડીસાની સ્કાય ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતો કુશ બાબરાભાઇ ચૌધરી કબડ્ડીની રમતમાં ગોલ્ડ મેડલ મેળવી શાળા અને જિલ્લાનું નામ રોશન કર્યું છે. કુશ ચૌધરી છેલ્લા બે વર્ષથી તે સતત કબડ્ડીની રમત માટે દિવસના પાંચથી સાત કલાક સુધી પ્રેક્ટિસ કરતો હતો. જિલ્લા અને સ્ટેટ લેવલે કબડ્ડીની રમતમાં તેણે ખૂબ જ સારું પ્રદર્શન કરતા નેશનલ કબડ્ડીની ટીમમાં તેનું સિલેક્શન થયું હતું.

જે બાદ નેપાળ ખાતે યોજાયેલી છ દિવસીય કબડ્ડીની રમતમાં તેને ભાગ લીધો હતો. ભારતની ટીમમાંથી તે કેપ્ટન તરીકેની ભૂમિકામાં હતો ત્યાં પણ તેને ખૂબ જ સારું પ્રદર્શન કરી છેલ્લે 8 પોઈન્ટથી જીત મેળવી હતી. ઇન્ટરનેશનલ લેવલે પણ તેને ખૂબ જ સારૂ પ્રદર્શન કરી વિજેતા બનતા તેને ગોલ્ડ મેડલ અને ટ્રોફી એનાયત કરવામાં આવી છે. હવે આ કુશ ચૌધરી આવતા મહિને દુબઈ ખાતે યોજાનાર કબડ્ડી સ્પર્ધામાં પણ તેનું સિલેક્શન થયું છે અને ત્યાં જઈને પણ તે ફરીથી ભારતનો ડંકો વગાડશે. કુશ ચૌધરીએ જણાવ્યું હતું કે ‘જે અમારી ટીમ 8 પોઈન્ટથી જીતી, અમને ગોલ્ડ મેડલ મળ્યો છે, ખૂબ જ ખુશી છે અને આગળ હજુ પણ દેશ માટે વધુ મેડલ લાવીશું.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો