ગૌરવ:ડીસાના માણેકપુરા ગામના ખેડૂત પુત્રોએ રાજ્યકક્ષામાં રમતક્ષેત્રે નામ રોશન કર્યું

આસેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોવામાં યોજાયેલ રમત-ગમતમાં પ્રથમ અને દ્વિતીય નંબર મેળવ્યો

ડીસા તાલુકાના માણેકપુરા ગામના ખેડૂત પુત્રએ ગોવા ખાતે યોજાયેલ રમત-ગમતમાં પ્રથમ અને દ્વિતીય નંબર મેળવતાં ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું હતું. ડીસા તાલુકાના માણેકપુરા ગામે રહેતા દિનેશજી ઠાકોર અને જીગરજી ઠાકોર તાજેતરમાં જ રાજ્યકક્ષાની ગોવા ખાતેની વિવિધ રમતો યોજાઇ હતી. જેમાં આ બંને રમતવીરોએ ભાગ લીધો હતો. જેમાં દિનેશ ઠાકોર સો મીટર દોડમાં ભાગ લીધો હતો. જીગર ઠાકોર ત્રિપલ જમ્પમાં ભાગ લીધો હતો. ગોવા ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં અનેક રાજ્યોમાંથી રમતવીરોએ ભાગ લીધો હતો અને આ તમામની વચ્ચે દિનેશજી ઠાકોરે સો મીટર દોડમાં બીજો નંબર મેળવ્યો હતો.

ત્યારે જીગર ઠાકોરએ ત્રિપલ જમ્પમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. જેથી ગોવા ખાતે આ બંને રમતવીરોનું મેડલ તેમજ સર્ટી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કોચ જીતુભાઈ માળી અને મનીષભાઈ માળી દ્વારા આ બંને યુવાનોનું ટેલેન્ટ જોઈ એમને તૈયાર કરવામાં આવ્યા હતા અને ગોવા ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની સ્પર્ધામાં વિજેતા બની ડીસા તાલુકા તેમજ બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કરતા પરિવારમાં ખુશી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...