જુના ડીસા પંચાયત દ્વારા નવી આકારણી બનાવવામાં આવી હતી. જેમાં નવા વેરાની જોગવાઇ પણ કરાઇ હતી. ગામના કેટલાક લોકો તેની વિરુધ્ધ જઇ જિલ્લા પંચાયતમાં અપીલ કરી હતી. જે રદ કરી હતી. ફાટી ગયેલ આકારણીની જગ્યાએ નવીન આકારણી ગ્રામ પંચાયતે ગ્રામ પંચાયતના અધિનિયમ 1993 ના નિયમોને અનુરૂપ બનાવવામાં આવી રહી છે.
આ નવીન આકારણીની સાથે સાથે જીલ્લામાં નવતર પ્રયોગ તરીકે મકાનનુું ક્ષેત્રફળ, માપ વગેરેના નક્શા સાથે મકાનનું વેલ્યુસન માન્ય કંપનીના ઈજનેર દ્વારા ડોર ટુ ડોર ફરીને મકાનની કિંમત નક્કી કરી તેના ઉપર નિયમ મુજબ ઓછામાં ઓછા 100 રૂપિયા દીઠ 50 પૈસા વેરો નક્કી કરવામાં આવેલ તેમજ જાહેર સ્થળો પર તેની બહોળી પ્રસિધ્ધિ કરી નવીન આકારણી અમલમાં મુક્વામાં આવી હતી. ગ્રામ પંચાયતે અધિનિયમ 1993 ની કલમ 200 (7) મુજબ કર અને ફી લેવા બાબતના તમામ નિયમોનું પાલન કરેલ છે. પરંતુ બે - ત્રણ અરજદારો પંચાયતે આકારેલ વેરો વધુ છે.
તે માટે વેરો ઓછો કરવા માટે જિલ્લા પંચાયતમાં અપીલ દાખલ કરેલ. જે અપીલની સુનાવણી થતા નામદાર અપીલ કમીટીએ પંચાયત અધિનિયમ 242 મુજબ પંચાયતમાં વેરાની અનામત રકમ ભરેલ ન હોઈ નિયમ મુજબ સૌપ્રથમ અપીલ વિવાદીઓએ કલમ 242 મુજબ પંચાયતમાં અનામત મુકીને અપીલ કરવાની હોય છે. તેથી આ નિયમનું પાલન કરેલ ન હોઇ જિલ્લા પંચાયત અપીલ સમિતિએ અરજદારોની અપીલ નામંજુર કરતો ચુકાદો આપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.