તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ડીસાની બે મંદિરચોરીનો ભેદ ઉકેલાયો ચોરીનો માલ વેચવા જતો શખ્સ ઝબ્બે

ડીસા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોરીનો માલ વેચવા આવતા શખ્સને પોલીસે દબોચી મુદ્દામાલ કબજે લીધો
  • અંબાજી મંદિર,નાની આખોલના જય જોગમાયા મંદિરમાં ચોરી થઈ હતી

ડીસા તાલુકાના નાની આખોલ ગામે આવેલ જય જોગમાયા મંદિર અને શહેરના વાડીરોડ પર આવેલા અંબાજી મંદિર ચોરીના આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે ડીસા શહેર ઉત્તર પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. ડીસા શહેરના લેખરાજ ચાર રસ્તાથી વાડીરોડ જતા રસ્તા ઉપર આવેલ અંબાજી માતાજીના મંદિરમાં બે દિવસ અગાઉ જ રાતના સુમારે તસ્કરો માતાજીનો મુગટ, છત્ર અને દાનપેટીની રોકડ મળી 50 હજાર ઉપરાંતનો મુદ્દામાલ ચોરી ગયા હતા.

આથી ઉત્તર પીઆઇ જે.વાય.ચૌહાણના માર્ગદર્શન હેઠળ સ્ટાફ શુક્રવારે પેટ્રોલીંગમો હતો તે દરમિયાન મંદિર ચોરીમાં ગયેલ મુદ્દામાલ આરોપી બજારમાં વેચવા આવનાર હોવાની બાતમી પોલીસને મળી હતી. આથી પોલીસે વોચ ગોઠવી બાતમી મુજબ બકાજી વદનજી ઠાકોર (દરબાર) (રહે.ડીસા નહેરૂનગર ટેકરા વસાહત, મુળ રહે.મુડેઠા,તા.ડીસા) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. શહેર ઉત્તર પોલીસે તપાસ દરમિયાન ડીસા શહેરના વાડીરોડ પર આવેલા અંબાજી માતાજી મંદિર અને ડીસાના નાની આખોલ ગામના ઘુલરાવાળી જય જોગમાયા મંદિર ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...