તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાન:ડીસાના વેપારીએ પિતાના સ્મરણાર્થે સંસ્થામાં રૂ.2.51 લાખનું દાન આપ્યું

ડીસા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રૂ.51 હજાર શેરપુરા ગૌશાળા અને રૂ.51 હજાર ટેટોડા ગૌશાળાને અર્પણ કરી પુત્ર ધર્મ નિભાવ્યો

ડીસા તાલુકાના મહાદેવીયા ગામના વતની અને અગ્રણી વેપારીએ પિતાની યાદમાં ગંગા પૂજન નિમિત્તે શૈક્ષણિક અને ગૌશાળામાં દાનની સરવાણી વહાવી હતી. ડીસા તાલુકાના મહાદેવીયા ગામના સેવાભાવી અને ગજ્જર સુથાર સમાજના અગ્રણી સ્વ. રૂગનાથજી મોતીજી સુથારનું તાજેતરમાં જ સ્વર્ગવાસ થતાં પરિવાર દ્વારા સામાજીક રીત રિવાજ મુજબ ગંગા પૂજન રાખવામાં આવ્યું હતું. જેમાં સમાજના આગેવાનોની સાક્ષીએ પરિવારજનોએ સ્વર્ગસ્થના સ્મરણાર્થે સમાજમાં શિક્ષણની જ્યોતિ ફેલાવતા વિશ્વકર્મા એજ્યુકેશન ટ્રસ્ટમાં રૂપિયા 2.51 લાખના દાનનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત શેરપુરા ગૌશાળામાં રૂપિયા 51 હજાર અને ટેટોડા ગૌશાળામાં પણ રૂપિયા 51 હજારના દાનની સરવાણી વહાવી જીવદયા પણ દાખવી હતી. સુથાર સમાજના આગેવાનોએ પણ સમાજ પ્રત્યેની નિષ્ઠા અને જીવદયાની ભાવનાને મુક્ત કંઠે બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો