તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવતાને મહેકાવી:ડીસા 108 ટીમે અકસ્માતમાં ઈજાગ્રસ્તની રોકડ, મોબાઈલ અને સામાન પરત કર્યો

ડીસા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડીસા 108 ની ટીમે ઈજાગ્રસ્તને મોબાઇલ તેમજ રોકડ રકમ પરત કરી. - Divya Bhaskar
ડીસા 108 ની ટીમે ઈજાગ્રસ્તને મોબાઇલ તેમજ રોકડ રકમ પરત કરી.
  • કાંટ નજીક આઇશર સાથે કાર અથડાતાં ચાલકને ઈજાઓ પહોંચી હતી

ડીસાના કાંટ નજીક બુધવારે મોડી સાંજે આઇશર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ડીસા 108ની ટીમે કાર ચાલકની રોકડ રકમ અને સામાન પરત કર્યો હતો. ડીસાના ધર્મેશભાઈ લોઢા કાર લઇ ભાખર તરફ જઇ રહ્યાં હતાં. જે દરમિયાન કાંટ નજીક ભાખર તરફથી આવી રહેલ આઇશર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અંગેની જાણ થતાં જ ડીસા 108ની ટીમના પ્રદિપભાઇ અને પાઇલોટ વિપુલસિંહએ ઘટના સ્થળે દોડી જઇ ધર્મેશભાઈને પ્રાથમિક સારવાર આપ્યાં બાદ વધુ સારવાર માટે ડીસાની ભણશાળી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, તેઓના સામાન, મોબાઇલ અને 16,680 ની રોકડ સહિતનો મુદ્દામાલ પરત કરી 108 ની ટીમે માનવતાને મહેકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...