અકસ્માત:ડીસા નેશનલ હાઈવે પર ખાડામાં બાઇક પટકાતાં દંપતી પટકાયા

ડીસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાને ગંભીર ઈજાઓ થતાં 108 માં સારવાર અર્થે ખસેડાયા

ડીસા-પાલનપુર હાઈવે પર આવેલ સરોવર કાઠિયાવાડી રેસ્ટોરન્ટની આગળ બાઈક સવાર દંપતી ખાડામાં પડવાથી ઈજાઓ થતાં સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

જુનાડીસાના વતની અને નિવૃત્ત આસીસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર વિરમાભાઈ જગસીભાઇ પુનડિયા અને તેમના પત્ની કેશરબેન ડીસાથી કોટડા-ભાખર બાઈક લઈ જતા હતા. ત્યારે ડીસાથી ભોયણ જવાના સર્વિસ રોડ ઉપર આવેલ સરોવર કાઠિયાવાડી રેસ્ટોરન્ટ આગળ મુખ્ય હાઈવે પર ખાડામાં બાઇક પછડાતા બાઈક પર સવાર બંને પતિ-પત્ની રોડ પર પટકાયા હતા. અકસ્માતની જાણ થતાં જ આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતાં. કેશરબેનને વધુ ઇજાઓ થતાં સારવાર માટે 108 મારફતે ડીસા સિવિલ ખસેડાયા હતા. જીજ્ઞેશભાઈ બારએ જણાવ્યું હતું કે, માર્ગો પર હજુ ખાડા યથાવત્ છે. જેના કારણે અકસ્માતો સર્જાતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...