દુર્ઘટના:ભોયણ નજીક આખલો આવી જતાં કારનો કચ્ચરઘાણ,ચાલકનો બચાવ

ડીસા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કારને ધડાકાભેર અથડાતાં આખલાનું મોત નિપજ્યું

ડીસા-પાલનપુર હાઈવે પર આવેલ ભોયણ નજીક કાર તેમજ આખલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સદનસીબે ગાડીની એર બેગ ખુલી જતા કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. જ્યારે આખલાનું મોત નિપજ્યું હતું.

ડીસા-પાલનપુર હાઇવે પર આવેલ ભોંયણ નજીક બુધવારે પાલનપુર તરફથી ડીસા તરફ આવી રહેલ કારની આગળ અચાનક આખલો આવી જતા કાર ધડાકાભેર આખલા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આખલાનું મોત થયું હતું તેમજ કારની એરબેગ ખુલી જતા સદનસીબે કારચાલકનો બચાવ થયો હતો. કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...