તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવનસાથી:ટ્રક ચલાવી પતિને મદદરૂપ બનતી તમિલનાડુની મહિલા 12 વર્ષથી ટ્રક લઈને બટાટા ભરવા ડીસા આવે છે

ડીસા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
12 વર્ષ થી ટ્રક ચલાવી પરીવારને મદદરૂપ બની રહી છે. - Divya Bhaskar
12 વર્ષ થી ટ્રક ચલાવી પરીવારને મદદરૂપ બની રહી છે.
  • ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ટ્રક મારફતે માલસામાનની હેરાફેરી કરે છે

તમિલનાડુની એક મહિલા છેલ્લા 12 વર્ષથી ટ્રક લઈ ગુજરાતમાં અલગ-અલગ જિલ્લાઓમાં શાકભાજી, બટાટા તેમજ ચોખા ભરવા માટે આવે છે. તમિલનાડુ ખાતે રહેતી જ્યોતિમની નામની મહિલા છેલ્લા 12 વર્ષે પોતાના પતિની ટ્રક ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહી છે. આ મહિલા ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ટ્રક મારફતે માલસામાનની હેરાફેરી કરી રહી છે. પોતાની ટ્રકમાં સંપૂર્ણપણે રસોડું પણ તૈયાર કરવામાં આવી છે. જેથી તમિલનાડુથી નીકળેલી ટ્રક અન્ય રાજ્યોમાં લઈને જાય ત્યારે જમવાની કોઈ તકલીફ ન પડે.

તમિલનાડુની જ્યોતિમની નામની મહિલા છેલ્લા 12 વર્ષથી પ્રકાશ ફેલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહી છે. તમિલનાડુથી ખાલી લઈને નીકળેલી આ મહિલા ત્રણ દિવસ બાદ ગુજરાતમાં પ્રવેશ કરે છે અને જે ડીસા ખાતે શાકભાજી, કરિયાણું અને ખાસ કરીને ડીસાના બટાટા ભરવા માટે આવે છે. આ મહિલા ડીસાના શિવશંકર કોલ્ડ સ્ટોરેજ ખાતે પોતાની ટ્રક લઇને પોતાના પતિ સાથે પહોંચી હતી. જ્યાં આ મહિલાએ પોતાની ટ્રકનાં 500 ટન બટાટા ભર્યા હતા અને સંપૂર્ણ જવાબદારીથી આ મહિલા સુરક્ષિત રીતે ટ્રક ચલાવી રહી છે.

આ અંગે જ્યોતિમનીએ કહ્યું કે પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિને અન્ય કોઈ માણસ પૈસાથી ન રાખવો પડે તે માટે પતિ પાસેથી ટ્રક ચલાવવાનું શીખી છું અને પતિની સાથે રાત-દિવસ ચલાવી પોતાના પતિને મદદરૂપ બની રહું છું.’

અન્ય સમાચારો પણ છે...