તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિરીક્ષણ:ડીસા તાલુકા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીનું સરપ્રાઇઝ ચેકિંગ

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરજદારો અને મુલાકાતી સાથે માનવીય અભિગમ દાખવવા સુચના

નવનિયુક્ત જીલ્લા વિકાસ અધિકારીએ શુક્રવારે બપોરે ઓચિંતી ડીસા તાલુકા પંચાયતની મુલાકાત લેતાં કેટલાંક અધિકારી અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો. જો કે, જીલ્લા વિકાસ અધિકારી એ પણ અરજદારો સાથે માનવીય અભિગમ દાખવવા સુચના આપી હતી. ડીડીઓ સ્વપ્નિલ ખરેએ ડીસા તાલુકા પંચાયત, બ્લોક હેલ્થ ઓફિસ અને રેન બસેરાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન દરેક શાખાના અધિકારી અને કર્મચારીઓને કચેરીમાં આવતા લાભાર્થીઓ સાથે માનવીય અભિગમ સાથેનો વ્યવહાર કરી તેમના પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવા સૂચના આપી હતી તેમજ કામગીરીનું જાત નિરીક્ષણ પણ કર્યું હતું.

જીલ્લા વિકાસ અધિકારીની મુલાકાત દરમિયાન તાલુકા વિકાસ અધિકારી બી.ડી.સોલંકી, કારોબારી ચેરમેન એન.ટી.માળી, રામુજી ઠાકોર, જીલ્લા પંચાયત સદસ્ય ચમનજી ઠાકોર, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) ના લીમ્બાચીયા તેમજ બ્લોક હેલ્થ ઓફિસર ડો. જીગ્નેશ હરીયાણી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...