રજૂઆત:ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવા મુખ્યમંત્રીને રજૂઆત

ડીસા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બનાસકાંઠા શિવધારા યુવા સંગઠન દ્વારા રજૂઆત

ગુજરાતના ખેડૂતો છેલ્લાં ત્રણ વર્ષથી ભારે સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે તેમજ પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યાં છે ત્યારે શિવધારા યુવા સંગઠન બનાસકાંઠા દ્વારા ગુજરાત ના ખેડૂતો ના દેવા માફ કરવા મુખ્યમંત્રી ને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

શિવધારા યુવા સંગઠન દ્વારા અન્યાય સામે ન્યાયની લડાઈ તેમજ ખેડૂતો અને યુવાનોને થતાં અન્યાય સામે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાતનો ખેડૂત હરહંમેશ સરકારની પડખે ઉભો રહીને ગુજરાત તેમજ દેશના વિકાસમાં સહભાગી બની રહ્યો છે પરંતુ એક તરફ ખાતર, બિયારણ, ડીઝલ તેમજ દવાઓ સહિતની ચીજ વસ્તુઓ ની કાળઝાળ મોઘવારી ની સામે ખેડૂત ને પોતાની ઉપજ ના પોષણક્ષમ ભાવ મળતાં નથી. જેથી ખેડૂત દિવસે ને દિવસે દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યો છે. આથી ખેડૂત ને મરતો બચાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો ના દેવા માફ કરવાની તાતી જરૂરિયાત ઉભી થઈ હોવાથી ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ અંગે શિવધારા યુવા સંગઠન બનાસકાંઠા ના કન્વીનર પ્રવિણ સાંબડ એ જણાવ્યું હતું કે, દેશભરમાં ખેડૂતોની હાલત દયનિય છે.

અન્ય સમાચારો પણ છે...