હાઇકોર્ટમાં અરજી:ડીસામાં સાયન્સ કોલેજની યુનિ.એ નિયમ વિરુદ્ધ મંજૂરી આપી હોવાની રજૂઆત

ડીસા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાના પૂર્વ પ્રમુખે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી

ડીસા નગરપાલિકા દ્વારા ડીસાની એસસીડબલ્યુ હાઇસ્કૂલમાં સાયન્સ કોલેજ શરૂ કરવામાં આવી છે. જેની નિયમ વિરૂધ્ધ મંજુરી આપી હોવાના આક્ષેપ ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. અને જ્યાં સુધી હાઈકોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓને પણ પોતાના હિત માટે એડમિશન લેવા અન્ય વિકલ્પ વિચારવા માટે પણ અપીલ કરી છે. હેમચંદ્રાચાર્ય ઉ. ગુ.યુનિવર્સિટી દ્વારા ડીસામાં બે નવી સાયન્સ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે.

જેમાં ડીસા નગરપાલિકા સંચાલિત સાયન્સ કોલેજ જે એસ.સી.ડબલ્યુ. હાઇસ્કૂલ કેમ્પસમાં આવેલી છે તે કોલેજની મંજૂરી મેળવવા કોલેજ સત્તાવાળાઓ દ્વારા ખોટા સોગંદનામા રજુ કરાયા હોવાનો તેમજ કોલેજ તદ્દન નીતિ-નિયમ વિરૂધ્ધ પૂરતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગર મંજૂરી મેળવી હોવાનો આક્ષેપ કરતી હાઇકોર્ટમાં દાદ માગવામાં આવી છે. પાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલ ભોગીલાલ શાહ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરી કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, યુનિવર્સિટીના ધારાધોરણ મુજબ કોલેજની મંજૂરી માટે પાંચ એકર ફરજિયાત જમીન જોઈએ તે મુજબ જમીન નથી તેમજ કોલેજનું અલાયદું બિલ્ડીંગ નથી.

આ ઉપરાંત પૂરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી, કોલેજ સત્તાવાળાઓએ મંજૂરી મેળવવા ખોટા સોગંદનામા રજુ કરવામાં આવ્યા છે. જેથી આ કોલેજની મંજૂરી તાત્કાલિક રદ કરવામાં આવે. હાલમાં આ મેટર હાઈકોર્ટમાં પેન્ડિંગ હોઇ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પણ પોતાના સંતાનોના ભવિષ્ય માટે તેમાં એડમિશન ન લે અને એડમિશન માટે શહેર તથા તાલુકામાં અન્ય વિકલ્પોનો સહારો લે તેવી પણ તેમણે અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...