હોબાળો:જેનાલ-કમોડી બસ અનિયમિત આવતાં ડીસા નવા બસ સ્ટેન્ડમાં છાત્રોનો હોબાળો

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બસ સ્ટેશનમાં પહોંચી સમજાવી મામલો થાળે પાડયો

જેનાલ-કમોડી બસ અનિયમિત આવતા ડીસા નવા બસ સ્ટેશનમાં શનિવારે વિદ્યાર્થીઓએ હંગામો મચ્યો હતો. ડીસા શહેર ઉત્તર પોલીસે બસ સ્ટેશનમાં દોડી આવી મામલો થાળે પાડયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા શનિવારે એસટી ડેપોમાં રજુઆત કરતાં ઉપસ્થિત કર્મચારી દ્વારા વિદ્યાર્થીઓને ઉડાઉ જવાબ આપી જે થાય તે કરી લેવાનું જણાવતાં જેનાલ-કમોડી બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. એસટી ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓને પોલીસ બોલાવાની ફરજ પડી હતી. જ્યારે ડીસા શહેર ઉતર પોલીસ ઘટના સ્થળે પહોંચી વિદ્યાર્થીઓને સમજાવતાં મામલો થાળે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...