પથ્થરમારો:ડીસાના રેજીમેન્ટ વિસ્તારમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો

ડીસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉની અદાવતમાં બે જુથ સામસામે આવી જતાં દોડધામ
  • પથ્થરમારાનો વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઈ, મામલો થાળે પાડ્યો

ડીસા શહેરના રેજીમેન્ટ વિસ્તારમાં રવિવારે બપોરે જુની અદાવતને લઇ એક જ કોમના બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. આ અંગેની જાણ થતાં જ ડીસા શહેર ઉત્તર પોલીસે ઘટના સ્થળે દોડી જતાં મામલો થાળે પડ્યો હતો. રવિવારે ડીસાના જલારામ મંદિરથી રાણપુર રોડ પર આવેલ રેજીમેન્ટ વિસ્તારમાં રહેતાં રાવળ સમાજના બે જુથો વચ્ચે જુની અદાવત રાખીને મારામારીની ઘટના બનવા પામી હતી.

મારામારીની ઘટનામાં મકાનના શેડ પરથી પથ્થરમારો કરતાં હોવાનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થતાં ડીસા શહેર ઉતર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઝઘડામાં સામેલ અને પથ્થરમારો કરનાર ત્રણ યુવકો સહીત મહીલાઓ સાથે 7 જેટલાં લોકોની અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં લવાયા હતા. અને મારામારીની ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...