તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ડીસાના ભોપાનગરમાં બે આખલાએ છ વર્ષના બાળકને અડફેટે લેતાં ગંભીર

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આખલાની અડફેટે આવતા બાળકને ઈજાઓ પહોંચી હતી. - Divya Bhaskar
આખલાની અડફેટે આવતા બાળકને ઈજાઓ પહોંચી હતી.
  • બાળકને સારવાર અર્થે ધારપુર હોસ્પિટલમાં ખસેડાયો

ડીસાના ભોપાનગર ખાતે બે આખલા વચ્ચે યુદ્ધ સર્જાયું હતું. જેમાં એક છ વર્ષનો બાળક અડફેટે આવતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. આથી ડીસા બાદ વધુ સારવાર માટે પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

ડીસામાં રવિવારે ભોપાનગર ખાતે આવેલ પટણીવાસ નાળા પાસે બે આખલા વચ્ચે યુદ્ધમાં કાર્તિક અશોકભાઈ વાઘેલા (ઉંમર 6 વર્ષ) અડફેટમાં આવતાં માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. બાળકના પરિવારે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ‘બાળકને સારવાર માટે ડીસા સિવિલમાં શનિ, રવિની રજા હોવાથી સિવિલમાં ડોકટર હાજર ન મળવાથી બાળકના પરિવાર ભણસાલી હોસ્પિટલમાં લઇ ગયા પણ ત્યાં પણ ડોકટર હાજર ન હોવાથી તે બાળકનો જીવ બચાવવા તેને પાટણ ખાતે આવેલ ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો.

બાળકનાં વાલીએ વધુ માં જણાવ્યુ હતું કે ‘ડીસા શહેરમાં રખડતા ઢોરોનો ખૂબ જ ત્રાસ છે. જેથી નગરપાલીકા દ્વારા આખલા, ગાયો રસ્તા પર રખડતી બંધ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...