તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોગ્ય તંત્રમાં હડકંપ:ડીસાની રામસણ હાઇસ્કૂલના બે શિક્ષક અને 11 વિદ્યાર્થી પોઝિટિવ આવતાં શાળા બંધનો આદેશ

ડીસા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • એક સપ્તાહ સુધી હાઇસ્કુલ બંધ રાખવા આરોગ્ય વિભાગની તાકીદ કરાઈ
 • રાજ્યભરની સ્કૂલોમાં આજથી ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થશે

કોરોનાને કારણે બંધ રહેલી રાજ્યની સ્કૂલોમાં ધોરણ 9થી 12ના વર્ગો શરૂ કરાયા બાદ હવે ગુરુવારથી ધો. 6થી 8ના વર્ગો શરૂ કરાશે. બીજી તરફ ડીસાના રામસણ ગામની સ્કૂલના બે શિક્ષક સહિત નવ વિદ્યાર્થીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આરોગ્ય વિભાગે અઠવાડિયા સુધી સ્કૂલ બંધ રાખવા તાકીદ કરી છે. મંગળવારે રામસણની વિવેક ઉત્તર બુનિયાદી વિદ્યાલયના બે શિક્ષક અને બે વિદ્યાર્થીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બુધવારે 49 વિદ્યાર્થીના રેપિડ ટેસ્ટ કરાતા તેમાં પાંચ વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા હતાં. જ્યારે આરોગ્ય કેન્દ્રમાં વધુ 15 વિદ્યાર્થીના રેપિડ ટેસ્ટ કરાવતા વધુ બે પોઝિટિવ નોંધાયા હતા.

કોરોનાની મહામારી બાદ સરકાર દ્વારા શાળા કોલેજો શરૂ કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા પણ સોશિયલ ડીસ્ટન્સ સહિત સરકારની ગાઇડ લાઇનના પાલન સાથે શાળાઓ ખોલવામાં આવી રહી છે. ત્યારે મંગળવારે ડીસાના રામસણ ગામે આવેલી વિવેક ઉત્તર બુનિયાદી વિદ્યાલયના બે શિક્ષક અને બે વિદ્યાર્થીઓના રીપોર્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યાં હતાં. જેથી આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝિટિવ કેસની સારવાર કરવામાં આવી હતી.

બુધવારે રામસણ હાઇસ્કુલના 49 વિદ્યાર્થીઓના રેપીડ ટેસ્ટ કરતાં ચાર વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતાં. જયારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર રામસણમાં વધુ 15 વિદ્યાર્થીઓના રેપીડ ટેસ્ટ કરાવતા વધુ બે કેસ પોઝિટિવ નોધાયા હતાં. આમ એક જ દિવસમાં રામસણ હાઇસ્કુલના બે શિક્ષક સહિત 11 પોઝિટિવ કેસ નોધાતા આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો છે.

બીજા તબક્કામાં 15 રેપીડ ટેસ્ટ કરવામાં
રામસણની હાઇસ્કુલ ના પ્રથમ તબક્કામાં 49 અને બીજા તબક્કામાં 15 રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જે પૈકી બે શિક્ષક તેમજ નવ વિદ્યાર્થી સહિત 11 ને કોરોના પોઝિટિવ આવ્યાં છે. જેથી એક સપ્તાહ સુધી હાઇસ્કુલ બંધ રાખવા રામસણ પીએચસી દ્વારા લેખિત જાણ કરવામાં આવી છે.

અમદાવાદની 571 સ્કૂલમાં 80 %થી વધુ વાલીઓએ હાજરી માટેની સંમતિ આપી
અમદાવાદ ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર મુકેશ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદની 571 જેટલી સરકારી સ્કૂલોમાં ધોરણ 6થી 8માં 80 ટકા કરતાં વધારે વાલીઓએ તેમનાં બાળકોની હાજરી માટેની સંમતિ આપી દીધી છે. હજી વધુ ને વધુ વિદ્યાર્થીઓની હાજરી માટે સંમતિ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો