રોગચાળાની દહેશત:માલગઢ પાસે સડેલા બટાટા જાહેરમાં ફેંકાયા

ડીસા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સડેલા બટાટા જાહેરમાં ફેકતા આજુબાજુ લોકો પરેશાન

ડીસાના માલગઢના પરબડી વિસ્તાર માં ગત મોડી રાત્રે કોલ્ડ સ્ટોરેજ ના સંચાલકો દ્વારા સડેલા બટાટા જાહેરમાં ફેંકતા સડેલા બટાટા ની દુર્ગંધ થી આજુબાજુના લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. સૌથી વધુ બટાકાનું વાવેતર પણ ડીસા તાલુકામાં થાય છે.અને બટાટા નો સંગ્રહ કરવા માટે ડીસા તાલુકામાં કોલ્ડ સ્ટોરેજ પણ મોટા પ્રમાણમાં આવેલા છે. શિયાળાની શરૂઆત થતાં જ ડીસા સહિત આજુબાજુના પંથકમાં બટાકાનું વાવેતર શરૂ કરવામાં આવે છે.

પરંતુ કોલ્ડ સ્ટોરેજમાં આખું વર્ષ સંગ્રહ કરેલા બટાટા સડી જવાથી કોલ્ડ સ્ટોરેજ ના સંચાલકો દ્વારા બટાટા નો જથ્થો જાહેર માર્ગો તેમજ ક્યાંક ખુલ્લી જગ્યા માં નાખવામાં આવે છે.ત્યારે ગત મોડી રાત્રે ડીસા તાલુકામાં માલગઢ ખાતે આવેલ પરબડી વિસ્તારમાં કોલ્ડ સ્ટોરેજના સંચાલકો ની ગંભીર બેદરકારી સામે આવી છે.

પરબડી વિસ્તારમાં જાહેરમાં મોટા પ્રમાણ માં સડેલા બટાટા નો જથ્થો જાહેરમાં નાખતા આજુબાજુના લોકો સડેલા બટાટા ની દુર્ગંધ થી પરેશાન થઈ ઉઠ્યા છે. આ ફેંકેલા સડેલા બટાટા ખાતા પશુઓ માં રોગચાળો વકરવાની સંભાવના પણ સેવાઇ રહી છે.ત્યારે સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે.કે તાત્કાલિક ધોરણે કોલ્ડ સ્ટોરેજ ના સંચાલકો દ્વારા જે સડેલા બટાટા જાહેરમાં નાખવામાં આવ્યા છે.તે દુરકરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...