તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:ધનાવાડા ગામના રહીશોએ પાણીની સમસ્યા ઉકેલવા સ્વખર્ચે બોર બનાવ્યો

ડીસા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્રને રજૂઆત કરવા છતાં કોઇ જ ઉકેલ ન આવ્યો

ડીસાના ધનાવાડા ગામના લોકો અને પશુઓને પીવાના પાણીની સમસ્યા ઉભી થઇ હતી. જેથી નવિન બોર બનાવવા માટે ગ્રામજનોએ આગેવાનો અને સરકારી તંત્રને રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ ન આવતાં ગામના રબારી, પરમાર પરીવાર દ્વારા રૂપિયા છ લાખ ઉપરાંતના સ્વખર્ચે નવિન બોર બનાવતાં ગામમાં આનંદની લાગણી ફેલાઇ છે.

ડીસાના ધનાવાડા ગામના રબારી સમાજના પરમાર પરીવારના સભ્યોએ યથા શક્તિ ફાળો ઉઘરાવી રબારીવાસ મહાદેવપુરા પાસે આવેલ શિવ મંદિરની બાજુમાં નવિન બોર બનાવવામાં આવ્યો છે. નવિન બોરમાં પાણી પણ પુષ્કળ પ્રમાણમાં થતાં ગ્રામજનોમાં ખુશી વ્યાપી જવા પામી છે.ગામમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા માટે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઇ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આથી અમોએ ફાળો એકત્ર કરી નવિન બોર બનાવ્યો છે તેમ ધનાવાડા દૂધ મંડળીના મંત્રી વિરાભાઇ દેસાઇએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...