તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ડાવસ ગામના પૂર્વ સરપંચ દ્વારા ગૌચરની જમીનમાં દબાણ કરાયું હોવાની રજૂઆત

ડીસા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવાનોને ગૌચરની જમીનમાં મેદાન બનાવતા પૂર્વ સરપંચે અટકાવ્યા

ડીસા તાલુકાના ડાવસ ગામના પૂર્વ સરપંચ દ્વારા ગૌચરની જમીનમાં મેદાન બનાવતાં યુવાનોને અટકાવ્યા હતાં. આથી ગામના સરપંચ સહિત યુવાનોએ પૂર્વ સરપંચ સામે દબાણ કરાયું હોવાનો આક્ષેપ કરી કાયદેસર કાર્યવાહી કરવા કલેક્ટર સહિત ને રજૂઆત કરવામાં આવી હતી. ડાવસ ગામના યુવાનો આગામી સમયમાં આવનાર પોલીસ તેમજ વિવિધ ફોર્સ માં ભરતી થવા માટે ગામની ગૌચર (ખરાબા) ની જમીનમાં તૈયારી માટે મેદાન તૈયાર કરતાં હતાં.

જે દરમિયાન ગામના પૂર્વ સરપંચ પરથીભાઇ કાનજીભાઇ પાંત્રોડ દ્વારા આવીને કહેલ કે તમો કોને પુછીને મેદાન તૈયાર કરો છો, ગામમાં અમે કરીએ તેમ જ થાય છે. આથી યુવાનોએ સરપંચ ને પુછીને દોડવા માટે મેદાન બનાવીએ છીએ તેમ કહેતાં જ પૂર્વ સરપંચ પરથીભાઇ એ ઉશ્કેરાઈ જઇ ગાળો બોલી મારવાની ધમકી આપી હતી.

આથી ગામના ભગવાનભાઇ ઠાકોર, ઉત્તમભાઇ પ્રજાપતિ, દિલીપભાઇ પટેલ તેમજ સંજયકુમાર ચૌહાણ સહિતના યુવાનોની સહી સાથે પૂર્વ સરપંચ પરથીભાઇ પાંત્રોડ સામે કાયદેસરની કાર્યવાહી કરવા જીલ્લા કલેકટર, જીલ્લા પોલીસ વડા તેમજ ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે.

યુવાનોએ જણાવ્યું હતું કે ભરતીની તૈયારી માટે ગૌચરની જમીનમાં મેદાન બનાવી વૃક્ષારોપણ કરતાં હતાં તેને પૂર્વ સરપંચ પરથીભાઇએ મેદાન બનાવવા નથી આપ્યું પરંતુ પરથીભાઇ એ 10 થી 15 વીઘા સરકારી જમીનમાં દબાણ કરવામાં આવ્યું છે તો તેઓની સામે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...