તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સરકાર દ્વારા ગૌશાળા-પાંજરાપોળને સહાય કરાતાં જિલ્લાના 75 હજાર પશુઓને રાહત

ડીસા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકાર દ્વારા પશુ દિઠ દૈનિક રૂ. 25 આપવાની જાહેરાત કરાઈ
  • ગૌશાળા પાંજરાપોળના સંચાલકોએ સાંસદ અને ધારાસભ્યોને રજૂઆત કરી હતી

છેલ્લાં બે વર્ષથી કોરોના મહામારી દરમિયાન ગૌશાળા પાંજરાપોળમાં દાનની આવક ઘટી જતાં સંચાલકોને અબોલ પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ બન્યો હતો. આથી બનાસકાંઠા જીલ્લા ગૌશાળા પાંજરાપોળ ફેડરેશન દ્વારા મુખ્યમંત્રી સહિતને લેખિત રજૂઆત કરવામાં આવી હતી તેમજ સંસદ સભ્યો અને ધારાસભ્યોને પણ રૂબરૂ મળી સહાય અપાવવા રજૂઆત કરવામાં આવી હતી.

ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની રજિસ્ટર્ડ ગૌશાળા, પાંજરાપોળના નોંધાયેલા પશુઓ માટે જૂન અને જુલાઇ (બે મહિના) દરમિયાન પશુ દિઠ દૈનિક 25 રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. આથી બનાસકાંઠા જીલ્લાની 165 ગૌશાળા પાંજરાપોળમાં આશ્રિત 75 હજારથી વધુ અબોલ પશુઓના નિભાવ કરવામાં થોડી રાહત મળી છે.

સરકારે પાંચ મહિના સહાય આપવી જોઈએ
કોરોનામાં ગૌશાળા પાંજરાપોળમાં દાનની આવક બંધ થઇ છે. ગત વર્ષે પણ સરકાર દ્વારા પાંચ મહિનાની સહાય આપી હતી. ચાલુ વર્ષે પણ સરકાર દ્વારા બે મહિનાની સહાય જાહેર કરવા બદલ આભાર પરંતુ આગામી સમયમાં પણ વધુ ત્રણ મહિના સહાય જાહેર કરવી જોઈએ તેમ બનાસકાંઠા જીલ્લા ગૌશાળા પાજરાપોળ ફેડરેશનના જગદીશ સોલંકીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...