ક્રાઇમ:રસાણા પાસે 3 સંતાનો માતાને બાઇક પર ઘરે લઇ જવાનું કહીં દુષ્કર્મ આચર્યું

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચંડીસરના શખ્સ વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ

ડીસા તાલુકાના રસાણા ગામે ત્રણ સંતાનોની માતા પોતાના ખેતરથી ઘર તરફ જતી હતી. તે દરમિયાન નજીકના ગામે રહેતા પરિચિત શખ્સે તેણીને બાઇક ઉપર લિફ્ટ આપવાના બહાને નજીકની ઝાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પીડિત મહિલાએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ડીસા-પાલનપુર હાઈવે પરના રસાણા મોટા ગામે રહેતી એક પરિણીતા નજીકમાં આવેલ પોતાના પિતાના ખેતરમાંથી ઘાસનો ભારો કાપીને પોતાના ભાઈના બાઇક ઉપર ભારો મૂકી ચાલતા ઘર તરફ આવતી હતી. ત્યારે ચંડીસર ગામનો સુરેશજી પરબતજી ઠાકોર બાઇક લઈઆવતાં પરિણીતાને ઘર સુધી મુકવાનું જણાવી બાઇક ઉપર બેસાડ્યા બાદ નજીકની ઝાડીમાં બાઇક ઉભું રાખી પરિણીતા પર દુષ્કર્મ આચરીને ત્યાંથી જતો રહ્યો હતો. જો કે બનાવના પગલે ગભરાઈ ગયેલી પરિણીતાએ ઘરે આવી સુઈ ગઈ હતી.

બીજા દિવસે આ સમગ્ર ઘટના બાબતે તેની સખીને જણાવતા તેના પતિને જણાવવાનું કહેતા પરિણીતાએ આ સમગ્ર ઘટના બાબતે તેના પતિને જાણ કરી હતી. તેના પતિ અને તેની એક સખીએ આ બાબતે ડીસા તાલુકા પોલીસ મથકે આવી દુષ્કર્મ બાબતની ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે સુરેશજી પરબતજી ઠાકોર (રહે.ચંડીસર, તા.પાલનપુર) સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...