ધરપકડ:ડીસાના ગાયત્રી મંદિર પાસેથી ચોરીના મોબાઇલ સાથે રાજસ્થાની ઝડપાયો

ડીસા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોરીના 15 મોબાઇલ સાથે રાજસ્થાની યુવકને ઝડપાયો. - Divya Bhaskar
ચોરીના 15 મોબાઇલ સાથે રાજસ્થાની યુવકને ઝડપાયો.
  • ડીસા પોલીસે 96 હજારની કિંમતના 15 મોબાઇલ જપ્ત કર્યા

ડીસા શહેર ઉત્તર પોલીસે શહેરના ગાયત્રી મંદિર નજીકથી બુધવારે શંકાસ્પદ હાલતમાં ફરતાં રાજસ્થાની યુવકને ઝડપી તેની પાસેથી રૂપિયા 96 હજારની કિંમતના 15 મોબાઇલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. ડીસા શહેર ઉત્તર પોલીસ મથકના પીઆઇ જે.વાય.ચૌહાણની સુચનાથી સ્ટાફના માણસો શહેરના ગાયત્રી મંદિર વિસ્તારમાં આવેલ ડૉક્ટર હાઉસમાં બુધવારે પેટ્રોલિગમાં હતાં. જે દરમિયાન એક શંકાસ્પદ હાલતમાં ફરતો યુવક પોલીસને જોઇ ભાગવા જતાં પોલીસે તેને ઝડપી પાડી પુછપરછમાં પુંરસિંહ સરદારસિંહ સોલંકી (રહે.બાગાવાસ, જિ.જાલોર) હોવાનું ખુલ્લું હતું.

પોલીસે તેની તલાશી લેતા થેલીમાં જુદી જુદી કંપનીના રૂ.96 હજારની કિંમતના 15 મોબાઈલ મળી આવ્યા હતાં. પોલીસે તેના બિલ વિશે પૂછતાં સંતોષકારક જવાબ આપી ના શકતા આ તમામ મોબાઈલ ચોરીના હોવાનું ધ્યાને આવતા વધુ પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...