તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવવધારો:વરસાદ ખેંચાતાં શાકભાજીના ભાવ 50 % વધ્યા, લીલું શાકભાજી 30 થી 40 રૂ. કિલો મળતું તે હાલમાં 60 થી 70 પહોંચ્યું

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ડીસા પંથકમાં છેલ્લા એક મહિનાથી લીલી શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. વેપારીઓનું માનવું છે કે છેલ્લા એક મહિનાથી બનાસકાંઠા જીલ્લામાં વરસાદ ન થતા શાકભાજીમાં ધરખમ વધારો થવા પામ્યો છે. જેથી સામાન્ય જનતાને વધુ એક બોઝ સહન કરવાનો વારો આવ્યો છે. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં લીલી શાકભાજીમાં છેલ્લા એક મહિનાથી ધરખમ વધારો થવા પામ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે લીલું શાકભાજી 30 થી 40 રૂપિયે કિલો મળતું હતું તે હાલમાં 60 થી 70 રૂપિયા કિલોના ભાવે વેચાઇ રહ્યું છે. વેપારીઓ જણાવી રહ્યા છે કે વરસાદ ન થવાના કારણે લીલી શાકભાજીનું ઉત્પાદન ઘટી ગયું છે.

જેથી એક મહિનાથી લીલી શાકભાજીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો પ્રતિ કિલો ચોળી 50, ભીંડા 40, ટામેટા 20, ગીલોડી 50, ફુલાવર 60, રીંગણ 50, મરચા 60, ગવાર 70, વટાણા 90, કારેલા 60, તૂરીયા 50, કોબીઝ 40, સિમલા મરચા 60, કાકડી 40, પરવર 40, આદુ 70 રૂપિયાના ભાવે વેચાઇ રહ્યું છે. આમ છેલ્લા એક મહિનાથી લીલી શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થતાં મધ્યમ વર્ગ તેમજ ગરીબ વર્ગના લોકોને આ ભાવે મળતી શાકભાજી ખાઈ શકતા નથી.

અન્ય સમાચારો પણ છે...