કાર્યવાહી:ડીસાના શિવનગરની ગુમ કિશોરીને પોલીસે શોધી કાઢી

ડીસા18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડીસાના શિવનગર ખાતે રહેતી 14 વર્ષીય કિશોરી ઘરેથી કહ્યા વગર નીકળી ગઇ હતી. પોલીસની ટીમે ગણતરીના મિનિટોમાં તેને શોધી તેના પરિવાર ને સોપી હતી. શનિવારે ડીસાના શિવનગર ચાર રસ્તા નજીક રહેતા એક પરિવારની દીકરી પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી.

જે બાદ તેના પરિવાર ને જાણ થતા તેના પરિવારે શોધખોળ કરી હતી પરંતુ કોઈ પતો ન લગતા 14 વર્ષીય દીકરીના પિતાએ પી આઈ જે.વાય.ચૌહાણ સમક્ષ રજૂઆત કરી હતી. આથી પિતાની સમગ્ર ઘટનાની જાણ કરતા ઉત્તર પોલીસ મથક ના પી.આઈ. જે.વાય.ચૌહાણે તાત્કાલિક ટિમો બનાવી 14 વર્ષીય દીકરી ને શોધી સૂચના આપતા પોલીસ ની ટીમ ગણતરીની મિનિટોમાં ડીસા ડાયમંડ સોસાયટી નજીકથી 14 વર્ષીય દીકરીને શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...