મગફળીની આવક:ડીસા માર્કેટયાર્ડમાં મગફળીની આવક શરૂ, પ્રથમ દિવસે 1500 બોરી નોંધાઇ

ડીસા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડીસા માર્કેટયાર્ડ માં નવી મગફળી ની આવક શરૂ છે. - Divya Bhaskar
ડીસા માર્કેટયાર્ડ માં નવી મગફળી ની આવક શરૂ છે.
  • વરસાદે વિરામ લેતાં આવક શરૂ,પ્રતિ મણ મગફળીના ભાવ રૂ.1101 થી 1201

ડીસા માર્કેટયાર્ડમાં સોમવારથી નવિન મગફળીની આવક શરૂ થઈ છે. જેમાં પ્રથમ દિવસે 1500 જેટલી બોરીની આવક નોંધાઇ છે અને પ્રતિ મણ (20 કિલો) મગફળીનો ભાવ 1101 થી 1201 રૂપિયા નોંધાયો છે. ડીસા સહિત બનાસકાંઠા જીલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ઉનાળુ બાદ ચોમાસાની સિઝનમાં પણ ખેડૂતો મગફળીનું વાવેતર કરતાં થયાં છે. ચાલુ વર્ષે ડીસા પંથકમાં પણ પુષ્કળ પ્રમાણમાં મગફળીનું વાવેતર થયું હતું તેમજ સમયસર પિયત મળતાં મગફળીનો પાક પણ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.

વરસાદે વિરામ લેતાં ખેડૂતો મગફળીનો તૈયાર પાક લેવા કામે લાગી ગયા છે. તો બીજી તરફ તૈયાર થયેલો પાક ખેડૂતો બજારમાં વેચવા માટે લાવી રહ્યાં છે. ડીસા માર્કેટયાર્ડમાં સોમવારે મગફળીની 1500 જેટલી બોરીની આવક નોંધાઇ રહી છે તેમજ પ્રતિ મણ (20 કિલો) મગફળીનો ભાવ 1101 થી 1201 રૂપિયા નોંધાયો છે. આ અંગે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી એ.એન.જોષીએ જણાવ્યું હતું કે, ચોમાસું મગફળીની આવક શરૂ થઈ છે અને ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવ મળી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...