તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ:ડીસા માર્કેટયાર્ડમાં મગફળીની બમ્પર આવક,ભાવમાં મણે રૂ. 200નો વધારો

ડીસા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડીસા માર્કેટયાર્ડમાં ઉનાળુ મગફળીની આવક શરૂ થઇ છે. - Divya Bhaskar
ડીસા માર્કેટયાર્ડમાં ઉનાળુ મગફળીની આવક શરૂ થઇ છે.
  • બે દિવસમાં પાંચ હજાર બોરીની આવક, પ્રતિ મણે મગફળીનો ભાવ રૂ.1050 થી 1251

ડીસા પંથકના ખેડૂતો ચોમાસું અને ઉનાળુ એમ બે સિઝનમાં મગફળીનું વાવેતર કરે છે. ડીસા વિસ્તારમાં ચાલુ વર્ષે 9,308 હેકટર જમીનમાં અને જીલ્લામાં 22 હજાર હેકટર જમીનમાં મગફળીનું વાવેતર થયું હતું. ડીસા માર્કેટયાર્ડમાં બે દિવસથી નવી મગફળીની આવક શરૂ થઇ છે.

આ વર્ષે જિલ્લામાં 22 હજાર હેક્ટરમાં વાવેતર થયું હતું. જેથી મગફળીનો પાક લેવાનો શરૂ થતાં માર્કેટયાર્ડોમાં પણ નવી મગફળીની આવક શરૂ થઇ ગઇ છે. ડીસા માર્કેટયાર્ડમાં સોમવારથી ઉનાળુ મગફળીની આવક શરૂ થઇ છે. બે દિવસમાં પાંચ હજાર બોરીની આવક નોંધાઇ રહી છે. હાલમાં ડીસા માર્કેટયાર્ડમાં પ્રતિ મણ (20 કિલો) મગફળીનો સરેરાશ ભાવ રૂપિયા 1050 થી 1251 સુધી નોંધાયો છે. ગયા વર્ષે ડીસામાં 10 હજાર હેક્ટરનું વાવેતર કરાયું હતું. જ્યારે ગયા વર્ષે મગફળીના 800 થી 1000 સુધીના ભાવ રહ્યા હતા. જ્યારે ચાલુ વર્ષે 9,308 હેકટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતુ.

તાલુકા વાઇઝ વાવેતર
- ડીસા 9308 હેકટર
- વડગામ 4771 હેકટર
- પાલનપુર 3805 હેકટર
- દાંતીવાડા 3096 હેકટર
- અમીરગઢ 552 હેકટર
- દાંતા 379 હેકટર
- લાખણી 145 હેકટર
- દિયોદર 91 હેકટર
- કાંકરેજમાં 68 હેકટર
- ધાનેરામાં 49 હેકટર
- ભાભરમાં 17 હેકટર

અન્ય સમાચારો પણ છે...