તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોષ:ડીસા ડેપો દ્વારા 10 રૂટ કેન્સલ કરી દેવાતાં મુસાફરોમાં રોષ, એક જ રૂટ ઉપર વધુ દોડતી બસોના રૂટ બંધ કરી દેવાયા

ડીસા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

દિવાળીના તહેવારમાં લોકો ફરવા માટે જાય છે તેમજ બહાર રહેતાં લોકો વતનમાં આવી પહોંચે છે. ત્યારે દિવાળી જેવા તહેવારમાં જ ડીસા એસટી ડેપો દ્વારા 10 થી વધુ રૂટની બસો અચાનક જ રદ કરી દેવામાં આવી છે. જેથી બહારથી આવતાં મુસાફરોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.

ડીસા ડેપો મેનેજર રવિ ચૌધરીએ જણાવ્યું હતું કે, હાલમાં ટ્રાફિક ઓછું જોવા મળે છે તેમજ કેટલાંક કર્મચારીઓએ પણ દિવાળીનો તહેવાર પરીવાર સાથે મનાવવા માટે રજા માંગવામાં આવી હતી. આથી મુસાફરોને તકલીફ ન પડે તે ધ્યાને રાખીને એક જ રૂટ ઉપર વધુ દોડતી બસોના 10 રૂટ બંધ કરવામાં આવ્યાં છે તેમજ મુસાફરોને કોઇપણ પ્રકારની અગવડ ન પડે તેની તકેદારી રાખી રહ્યાં છીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો