તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:ડીસાના લોધાવાસમાં નડતરરૂપ વીજ થાંભલો તૂટી જતાં ફરી ત્યાંજ નંખાતા રોષ

ડીસા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
નડતરરૂપ વીજ થાંભલો ફરી ઉભો કરવામાં આવ્યો છે. - Divya Bhaskar
નડતરરૂપ વીજ થાંભલો ફરી ઉભો કરવામાં આવ્યો છે.
  • રવિવારે વાહનની ટક્કરથી વીજ થાંભલો પડી ગયો હતો

ડીસા શહેરના રાજપુર રોડ ઉપર આવેલા લોધાવાસમાં નડતરરૂપ વીજ થાંભલાના લીધે અવાર-નવાર અકસ્માત થતાં તૂટી પડ્યો હતો. જો કે, વીજ થાંભલાને જે તે સ્થળ પર જ ઉભો કરતાં સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ડીસાના લોધાવાસ મેઈન રોડ વચ્ચે નડતરરૂપ વીજ કંપનીના થાંભલાને લઈ અવાર-નવાર અકસ્માતો સર્જાય છે. રવિવારના એક વાહનની ટક્કરથી વીજ થાંભલો પડી ગયો હતો. જો કે આ તૂટેલા વીજ થાંભલાના સ્થાને વીજ કર્મચારીઓ દ્વારા નવો થાંભલો નાખવામાં આવ્યો છે.

પણ વીજ કર્મચારીઓની લાપરવાહીના કારણે આ વીજ થાંભલો ફરી એજ જગ્યાએ રસ્તાને નડતરરૂપ નાખી દેવામાં આવ્યો છે અને જે થાંભલો તૂટી ગયો છે. તે પણ ત્યાંથી હટાવવાની જગ્યાએ તૂટેલા થાંભલાનો તાણીયો બાંધવાના ઉપયોગમાં લેવાય છે. તેથી ઉલટાનું અહીંથી પસાર થતા લોકો માટે તૂટેલો થાંભલો ખતરા સમાન બની ગયો છે. જાગૃત લોકોએ આ બાબતની વીજ કંપનીને જાણ કરી હતી છતાં લાપરવાહી દાખવાતા આમ પ્રજા સાથે વાહન ચાલકોના જીવ પડીકે બંધાયા છે. જેને લઈ કોઈ અકસ્માત કે જાનહાની સર્જાશે તો જવાબદાર વીજ કંપની રહેશે તેવો સ્થાનિક રહીશોએ બળાપો ઠાલવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...