તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:ડીસામાં રાજમંદિર પાસે ગટરનું પાણી હાઇવે પર રેલાતાં રોષ

ડીસા25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડીસા-પાલનપુર હાઇવે પરના રાજમંદિર સર્કલ પાસે હાઇવે ઓથોરિટી દ્વારા બનાવેલી ગટર 60 મીટર જેટલી અધુરી છોડી દેતા ગટરનું ગંદુ પાણી હાઇવે પર ભરાઇ રહેતા વાહન ચાલકો સહિત સ્થાનિક વેપારીઓ પરેશાન થઇ ઉઠ્યાં છે. ડીસા શહેરના મધ્યમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર ટ્રાફિક સમસ્યાના નિવારવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ઓવરબ્રિજ બનાવ્યો છે તેમજ હાઇવેની બન્ને સાઇડના સર્વિસ રોડની બાજુમાં પાણીના નિકાલ માટે ગટર બનાવી છે.

નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા પ્રાઇમ હોટલથી રાજમંદિર સુધી ગટર બનાવવાની શરૂઆત બાદ રાજમંદિર નજીકની સુખદેવ નગરસોસાયટી સુધી ગટર બનાવ્યા બાદ અધુરી છોડી દેવાઈ છે. જેથી ગટરનું ગંદુ પાણી હાઇવે પરના રાજમંદિર અને સુખદેવ નગરસોસાયટીના પ્રવેશદ્વારમાં ભરાતાં સ્થાનિક રહીશો સહિત વેપારીઓ પરેશાન થઇ ઉઠ્યાં છે તેમજ ગટરની કામગીરી પૂર્ણ કરવામાં નહી આવે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.

સ્થાનિક વેપારી ધીરજભાઇ રાજગોરએ જણાવ્યું કે ગટરને નાળા સાથે જોડવાની જગ્યાએ હાઇવે ઓથોરિટી દ્વારા અધુરી છોડી છે. જેથી ગંદુ પાણી ભરાઇ રહેતાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે તેમજ વાહન ચાલકો પણ પરેશાન થઇ ઉઠ્યાં છે. જો સત્વરે ગટરની કામગીરી પૂર્ણ નહી થાય તો આંદોલન કરાશે તેમ હતું.

અન્ય સમાચારો પણ છે...